દાહોદ, તા.ર
વેસ્ટ્રન રેલ્વેના ધામરડા રેલ્વે સ્ટેશન પાસે ચાલુ ટ્રેનના ડબ્બા વુખુટા પડી જતા રેલ્વે વિભાગમાં હડકંપ મચી ગયો હતો.
વેસ્ટર્ન રેલ્વેના રતલામ ડીવીજનના બોરડી અને ધમરડા વચ્ચે આવતી માલગાડી સવારના સાડા પાંચ વાગ્યાના અરસામાં માલગાડી ટે્રનના કપલીનોમાં અકસ્માતે વિખુટા પડી જતા માલગાડીના ડબ્બા વિખુટા પડી ગયા હતા. ચાલુ ટે્રનના ડબ્બા વિખુટા પડેલા ડબ્બા ડ્રાયવર અને ગાર્ડે વોકીટોકીથી વાતચી કરીને પરીસ્થિતીથી એક બીજાને વાકેફ કર્યા હતા. ત્યાર બાદ રેલ્વે કંટ્રોલ અને નજીકના સ્ટેશન માસ્તરોને સંપૂર્ણ બનાવની માહીતી આપી હતી જેના કારણે રેલ્વે કંટ્રોલ દ્વારા આ બધી લાઇનોના તમામ ટ્રેન વ્યવહાર તાત્કાલીક અસરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. તેના લીધે પાછળ આવતી અમૃતસર બાંદ્રા પશ્ચિમ એક્સપ્રેસ પેસેન્જર ટ્રેન ૧.૨૦ એક કલાક વીસ મિનિટ મોડી પડી હતી અને પશ્ચિમ એક્સપ્રેસની પાછળ આવતી ટ્રેનોને પાછલા સ્ટેશનો પર રોકવામાં આવી હતી. રેલ્વે વિભાગ દ્વારા તાત્કાલીક ઇમરજન્સી સ્ટાફને ઘટના સ્થળે મોકલી ટ્રેકપર વિખુટા પડેલા ડબ્બાઓને નજીકના રેલ્વે સ્ટેશને લઇજઇ સમારકામ હાથ ધર્યુ હતું ત્યાર બાદ નજીકના રેલ્વે સ્ટેશને રોકેલ ૧.૨૦ કલાકે દાહોદ તરફ રવાના કરવામાં આવેલ હતી.