(સંવાદદાતા દ્વારા) સુરત તા.૧૮
સુરત જિલ્લાના માંગરોળ તાલુકા ખાતે રહેતા અને પરિવારના ઘરની દિવાલ પાસે વારંવાર પેશાબ કરનાર વ્યક્તિને પેશાબ કરવાની ના પાડતા એક ગૃહિણીને કમ્મર અને પેટના ભાગે લાતો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી એક આરોપી ફરાર થઈ ગયો હોવાનો બનાવ માંગરોળ પોલીસ મથકમાં નોંધાયો હતો.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર માંગરોળ તાલુકાના ઝંખવાવ ગામના મુલતાની ફળીયામાં કમુબેન સલીમભાઈ મુલતાની રહે છે. તેઓ ઘરકામ કરે છે. કમુબહેનના ઘરની દિવાલ પર શબ્બીરભાઇ કાસમભા મુલતાની નામક વ્યક્તિ વારંવાર પેશાબ કરતો હતો તે માટે મહિલાએ તેને ના પાડી હતી, વારંવાર ના પાડવામાં આવતા ઉશ્કેરાયેલ ઇસમે તેણીની એકલતાનો લાભ લઇ શબ્બીરભાઇ મુલતાનીએ ઝઘડો કરી પેટ અને કમ્મરના ભાગે લાતો મારી ફેક્ચર કરી ફરાર થઇ ગયો હતો. ઈજાગ્રસ્ત ગૃહિણીને સારવાર માટે સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. જ્યાં તેણીએ માંગરોળ પોલીસ મથકમાં આરોપી વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.