રાંચી,તા. ૨૪
આરજેડીના નેતા અને બિહારના પૂર્વ મુખ્યપ્રધાન લાલુ પ્રસાદ યાદવને ઘાસચારા કોંભાડ સાથે જોડાયેલા અન્ય એક કેસ ચાઇબાસા તિજોરીમાંથી ઉચાપતના કેસમાં દોષિત ઠેરવવામાં આવ્યા હતા અને લાલૂને પાંચ વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. ઘાસચારા કૌભાંડના ત્રીજા કેસમાં લાલૂને સજા કરવામાં આવી છે. સ્પેશિયલ સીબીઆઈ જજ એસએસ પ્રસાદે અગાઉ લાલૂ અને અન્ય ૫૦ અપરાધીઓને આ કેસમાં દોષિત ઠેરવ્યા હતા. વર્ષ ૧૯૯૨-૧૯૯૩માં ચાઈબાસા તિજોરીમાં ૩૩.૬૭ કરોડ રૂપિયાની ઉચાપત સાથે સંંબંધિત આ કેસ છે. લાલૂની સાથે પૂર્વ મુખ્યમંત્રી જગન્નાથ મિશ્રાને પણ જેલની સજા કરવામાં આવી હતી. તેમને પાંચ વર્ષની જેલની સજા કરવામાં આવી છે. લાલૂ અને મિશ્રા બંનેને રાંચીની કોર્ટે પાંચ-પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. એવો આક્ષેપ છે કે, બનાવટી ફાળવણી પત્રોનો ઉપયોગ કરીને ૩૩.૬૭ કરોડ રૂપિયા ઉપાડવામાં આવ્યા હતા. ૭.૧૦ લાખ રૂપિયાની મંજુર કરવામાં આવેલી રકમના બદલે આ રકમ ઉપાડવામાં આવી હતી. તમામ ૫૬ આરોપીઓમાં પૂર્વ બિહારના પ્રધાન વિદ્યાસાગર મિસાદ, વિધાનસભાના પૂર્વ પીએસી વડા જગદીશ શર્મા, પૂર્વ ધારાસભ્ય ધ્રુવ ભગત, આરકે રાણા અને ત્રણ પૂર્વ આઈએએસ અધિકારીઓનો સમાવેશ થાય છે. બે સરકારી કર્મચારીઓ અને ચારામાં ચાર સપ્લાયર્સને નિર્દોષ છોડી મુકવામાં આવ્યા હતા.ઘાસચારા કોંભાડ સાથે સંબંધિત આ ત્રીજો કેસ છે. આ મામલામાં બિહારના પૂર્વ મુખ્યપ્રધાન જગન્નાથ મિશ્રાને પણ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. ચાઇબાસા ઉચાપતના કેસમાં કોર્ટે ૫૬ આરોપીઓ પૈકી ૫૦ને દોષિત જાહેર કર્યા છે. ઘાસચારા કૌભાંડના મામલાઓ પૈકીના એક એવા દેવઘર તિજોરીમાંથી ઉચાપત સંબંધિત મામલામાં સીબીઆઈની ખાસ અદાલતે આરજેડી વડા અને બિહારના પૂર્વ મુખ્યમંત્રી લાલૂ પ્રસાદ યાદવને છઠ્ઠી જાન્યુઆરીના દિવસે સાડા ત્રણ વર્ષની જેલની સજા આજે ફટકારી હતી. ત્યારબાદથી લાલુ યાદવ રાંચીની બિરસા મુન્ડા જેલમાં છે. એ વખતે કોર્ટે લાલૂ ઉપર પાંચ લાખ રૂપિયાનો દંડ પણ લાગૂ કર્યો હતો.લાલૂને જામીન પણ આપવામાં આવ્યા ન હતા. દેવઘર તિજોરીમાં ગેરકાયદેરીતે ૮૯.૨૭ લાખ રૂપિયાની ઉચાપત સાથે સંબંધિત મામલામાં આ ચુકાદો આપવામાં આવ્યો હતો. વિડિયો કોન્ફરન્સિંગ મારફતે લાલૂ સહિત ૧૬ દોષિતોએ રાંચીની બિરસામુંડા જેલમાં એક સાથે બેસીને આ ચુકાદો સાંભળ્યો હતો. દોષિત ઠેરવવામાં આવેલા ફુલચંદ્ર, મહેશ પ્રસાદ, બી જુલિયસ, રાજારામ, રાજેન્દ્ર પ્રસાદ, સુનિલકુમાર, સુધીર કુમાર અને સુશીલ કુમારને સાડા ત્રણ વર્ષની સજા ફટકારવામાં આવી હતી. ચુકાદો ત્રીજી જાન્યુઆરીના દિવસે આવવાનો હતો પરંતુ તારીખ એક એક દિવસ ટળી રહી હતી પરંતુ આજે આખરે સજા કરવામાં આવી હતી.