(એજન્સી) તા.રર
ઘૌટા રાસાયણિક હુમલામાં બચી ગયેલી એક સીરીયન કિશોરીની ર૦ર૦ના આંતરરાષ્ટ્રીય બાળકોના શાંતિ પુરસ્કાર માટે પસંદગી કરાઈ છે. માત્ર ઈનાર તરીકે ઓળખાતી, પરંતુ ઓનલાઈન પર નૂર તરીકે જાણીતી આ કિશોરીએ શાસન દળો દ્વારા શહેરના લાંબા ઘેરા દરમ્યાન ઘૌટાની પરિસ્થિતિઓ અંગે જાગૃતિ લાવવા માટે સોશિયલ મીડિયાનો ઉપયોગ કર્યો હતો. નૂર માત્ર ૧૦ વર્ષની હતી. જયારે તેણે ઓનલાઈન પોસ્ટ કરવાનું શરૂ કર્યું હતું. તેણે અંગ્રેજી અને અરબી બન્ને ભાષામાં ઘૌટાના લોકોની પીડાની વિગતોના અહેવાલો ફિલ્માવ્યા હતા અને પ્રકાશિત કર્યા હતા. માનવ અધિકાર માટેનું સીરિયન નેટવર્ક (એસએનએચઆર)એ કહ્યું કે નૂરના કામ અંગેની તેની રજૂઆત પુરસ્કાર સમિતિ દ્વારા સ્વીકારી લેવાઈ હતી અને સોમવારે પુરસ્કાર માટેના તેના નામાંકનની જાહેરાત કરવામાં આવી હતી. ઈનારે ૧૦ વર્ષની ઉંમરથી જ તેની નાની બહેન આલા સાથે મોટી સંખ્યામાં ફોટા અને વીડિયોઝ ફિલ્માવ્યા અને પ્રસારિત કર્યા હતા. જેમાં તેણીએ માત્ર તે વેદના અને વંચિતતા વિશે જ વાત ન કરી હતી. જે તેણે અને તેના કુટુંબ, પરિવાર દ્વારા વેઠવામાં આવી હતી પણ પૂર્વ ઘૌટામાં સમગ્ર સમાજે જેનો સામનો કરવો પડયો હતો તેના વિશે પણ વાત કરી હતી. એમ એસએનએચઆરએ જણાવ્યું હતું. ઈનાર અને નુર તેમના પરિવાર સહિત સીરિયન બળવો શરૂ થતા, માર્ચ ર૦૧૧માં દમાસ્કસથી ઘૌટા જતા રહ્યા હતા. ર૦૧રમાં શાસન દળોએ શહેર પર ઘેરો લાદયો તે પછી તેણીએ આ વિસ્તારના બોમ્બીંગ અંગે દૈનિક અહેવાલો શરૂ કર્યા. ઈનાર-પૂર્વી ઘૌટામાં થયેલા ર૧ ઓગસ્ટ ર૦૧૩ના રાસાયણીક હુમલાની પણ સાક્ષી છે. જેમા ઘણીવાર ગૂંગળામણથી ૯૯ બાળકો સહિત ૧,૪૦૦થી વધુ લોકોના મોત થયા હતા. વીડિયોમાં ઈનારે યુએન અને આંતરરાષ્ટ્રીય સમુદાયને ઘૌટાના નિર્દોષ નાગરિકો અને બાળકોની સુરક્ષા કરવા માટે પગલાં ભરવા અને યુદ્ધ ગુનાઓ માટે સીરિયન શાસનને સજા કરવાની હાકલ કરી હતી. ૪ર રાજયોના લગભગ ૧પ૦ બાળકોને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર માટે નામાંકિત કરવામાં આવ્યા છે. ર૦૧૯માં આ પુરસ્કાર પર્યાવરણિય કાર્યકર ગ્રેટા થનબર્ગ અને હિંસા વિરોધી કાર્યકર અભિયાનકાર ડીવિના મલૌમને એનાયત કરાયો હતો.
Recent Comments