(એજન્સી) તા.૬
દિલ્હી બાર એસોસિએશનમાં ભવ્ય વિદાય સમારોહમાં માન કેળવ્યાં પછી જસ્ટિસ એસ મુરલીધર ચંદીગઢ પહોંચ્યા હતા. જો કે, અહીં પણ તેમનુ ભવ્ય રીતે ઉષ્માભેર સ્વાગત કરાયું હતું. ૫ માર્ચની રાત્રિ દરમિયાન પંજાબ અને હરિયાણા હાઈકોર્ટના બાર કાઉન્સિલના સભ્યો તેમનું સ્વાગત કરવા પહોંચી ગયા હતા.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટની બાર કાઉન્સિલના ચેરમેન કરનજીત સિંહે ધ વાયર સાથેની વાતચીતમાં કહ્યું હતું કે હું પોતે ૫ માર્ચની રાત્રિએ જસ્ટિસ મુરલીધરના સ્વાગત કરવા માટે પહોંચ્યો હતો. અમારી સાથે આશરે ૫૦ જેટલા અન્ય સભ્યો પણ હતા. અમે ચંદીગઢ તમારૂં સ્વાગત કરે છે તેવા બેનરો પણ લઈને પહોંચ્યા હતા.
સિંહે કહ્યું હતું કે, પંજાબ અને હરિયાણા લોકો હંમેશા તેમની હોસ્પિટાલિટીને કારણે ઓળખાય છે. એટલા માટે જ અમે જસ્ટિસ મુરલીધરના સ્વાગત માટે ત્યાં ઉત્સાહપૂર્વક પહોંચ્યા હતા. તેમાં કંઈ જ ખોટું નથી. ટિ્‌વટર પર અમરબીર સિંહ સાલારે આ સ્વાગતના ફોટા ટિ્‌વટર પર શેર કર્યા હતા. તે એક વકીલ છે અને કાઉન્સિલના સભ્ય પણ છે.
જો કે, એવા અનેક બેનરો પણ જોવા મળ્યા હતા જેના પર લખ્યું હતું કે દિલ્હી હાર્યુ અને પંજાબ જીત્યું. ઉલ્લેખનીય છે કે, વિદાઈ સમારંભમાં જસ્ટિસ મુરલીધરે કહ્યું હતું કે, જ્યારે ન્યાયને જીતવું હોય છે તો તે જીતે જ છે. પોતાની બદલી પછી સંપર્કમાં રહેવા માટે જસ્ટિસ મુરલીધરે દિલ્હી હાઈકોર્ટના જજોના જજો અને વકીલોના વખાણ કર્યા. તેમને તે પણ કહ્યું કે, પોતાની બદલી પર તેમને કોઈ જ વાંધો નથી.
પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં પદભાર ગ્રહણ કરવાથી પહેલા જસ્ટિસ મુરલીધરે કહ્યું હતું કે, જ્યારે ન્યાયને જીતવું જરૂરી હોય છે ત્યારે જે જરૂર જીતે છેપ સત્ય સાથે રહો, ન્યાય જરૂર મળશે. જસ્ટિસ મુરલીધરે કહ્યું, મને ૧૭ ફેબ્રઆરીએ કોલેજિયમનો પત્ર મળ્યો. જેમાં બદલીનું પ્રપોજલ હતું અને તેના પર મારી સલાહ માંગવામાં આવી હતી. મેં કહ્યું કે, જો મારી બદલી કરવામાં આવે છે તો પંજાબ અને હરિયાણા હાઈકોર્ટમાં ઠિક રહેશે.
જણાવી દઈએ કે, કેન્દ્ર સરકાર તરફથી ૨૬ ફેબ્રુઆરીએ રાત્રે જસ્ટિસ મુરલીધરની બદલીનો આદેશ આપવા પર વિવાદ ઉભો થઈ ગયો હતો. તે દિવસે તેમની અધ્યક્ષતાવાળી બેન્ચે ઉશ્કેરણીજનક નિવેદન આપનાર બીજેપી નેતાઓ વિરૂદ્ધ કેસ ના નોંધવા માટે દિલ્હી પોલીસને ફટકાર લગાવી હતી. તે પછી વિપક્ષે જસ્ટિસ મુરલીધરની બદલીના સમયને શરમજનક ગણાવ્યો હતો, જ્યારે સરકાર અને બીજેપીએ વિપક્ષી નેતાઓ પર એક સામાન્ય બદલી પર રાજનીતિ કરવાનો આરોપ લગાવ્યો હતો.