(એજન્સી) ચંદીગઢ, તા.૧૦
સામાવાળાની બેદરકારી દર્શાવવા ખૂબ જ જૂની પ્રથાનું પરિવર્તન ભાજપના કાઉન્સિલરે કર્યું હતું. મોહાલીના કાઉન્સિલર બંગડીઓનો હાર પહેરી ગૃહમાં પ્રવેશ્યા હતા અને શાસક પક્ષનો ઉપહાસ કર્યું હતું કે, એ કામ નથી કરતા. જો કે, મહિલાઓને આ પ્રથા ઉણી ઉતારે છે તેમ છતાય સ્વીકાર્ય છે. મોહાલીના વોર્ડ નં.ર૮ના કાઉન્સિલર ભાજપના હરદીપસિંઘ સરાઓ એમના વોર્ડમાં મંદગતિએ થતા વિકાસના વિરોધમાં બંગડીઓનો હાજર પહેરી આવ્યા હતા. એમણે કહ્યું કે, મારા વોર્ડમાં કોઈ વિકાસ થયું નથી જેથી હું બંગડીઓ લાવ્યો છું અને એમને સલાહ આપું છું જે લોકો કામ નથી કરવા ઈચ્છતા એ લોકો બંગડીઓ પહેરી લે. એમણે આક્ષેપો કર્યા કે ર૦૧૭થી જ્યારે કોંગ્રેસ સત્તામાં આવી છે ત્યારથી વિકાસ બંધ થઈ ગયું છે. જેમ કે બંગડીઓ મહિલાઓ પહેરે છે એથી સ્પષ્ટ રીતે સામાવાળાને કહેવામાં આવે છે કે મહિલાઓની જેમ તમે નિર્બળ છો અને કામ નહીં કરવું હોય તો બંગડીઓ પહેરો. સરાઓના વિરોધ પ્રદર્શનની રીતભાત સામે મેયરે અણગમો જણાવતા કહ્યું કે, બધા સભ્યોને પોતાનો વિરોધ વ્યક્ત કરવાનો અધિકાર છે પણ એ વિરોધ પ્રદર્શનોમાં શિષ્ટાચાર હોવો જોઈએ. પહેલાં તો મેયરે સરાઓ સામે કાયદાકીય પગલાં લેવાની ચેતવણી આપી. પણ પછીથી બધા સભ્યોને વિનંતી કરી કે પ્રદર્શનો સુરૂચિપૂર્ણ હોવા જોઈએ.