(એજન્સી) નવી દિલ્હી, તા. ૨૦
છેલ્લા બે દશકમાં બંગાળની ખાડીમાં સૌથી ભયાનક ચક્રવાતી તોફાન અમ્ફાન પશ્ચિમ બંગાળના સુંદરબન તરફ આવી ચડ્યું છે અને તેણે વિનાશ વેરવાનું શરૂ કરી દીધું છે. સુંદરબન તેની સુંદરતા માટે વિખ્યાત છે. હવામાન વિભાગે જણાવ્યું કે, ચક્રવાત બપોરે આશરે ૨.૩૦ વાગે ત્રાટક્યો હતો અને ચાર કલાક સુધી તેના જોરદાર થપાટા ચાલુ રહ્યા હતા. એનડીઆરએફના પ્રમુખે પત્રકારોને જણાવ્યું હતું કે, પશ્ચિમ બંગાળમાં આશરે પાંચ લાખથી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા જ્યારે ઓરિસ્સામાંથી એક લાખ લોકોને સુરક્ષિત સ્થાને લઇ જવાયા હતા. આ તોફાન સાંજ સુધી કોલકાતા પણ પહોંચી ગયું હતું. આ દરમિયાન ઇસ્ટ મિદનાપુર અને નોર્થ ૨૪ પરગણા વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો. તોફાનને કારણે કોલકાતા, હાવરા અને હુગલી પહોંચતા પવનની ઝડપ ૧૧૦-૧૨૦ કિ.મી. થઇ ગઇ હતી. અમ્ફાન આ પહેલા મંગળવારે અત્યંત ભયાનક ચક્રવાતી તોફાનમાંથી સુપર સાયક્લોનમાં ફેરવાઇ થોડો નબળો પડ્યો હતો અને તેનાથી ઓરિસ્સા અને બંગાળના અનેક ભાગોમાં ભારે વરસાદ પડ્યો હતો. અમ્ફાનથી ભારતીય પશ્ચિમી દરિયા કાંઠાને ભારે નુકસાન થયું છે.
આ અંગે ૧૦ મહત્વના મુદ્દા
૧. બંગાળની ખાડીમાં જ્યારથી રેકોર્ડ રાખવામાં આવે છે ત્યારથી આ માત્ર બીજું એવું સુપર સાયક્લોન છે જેની તબાહીના સંકેત પહેલા જ આવી ગયા હોવાથી વહીવટીતંત્રે નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને પહેલાથી જ બહાર કાઢવાની તૈયારી કરી રાખી હતી.
૨. હવામાન કચેરીએ સંચાર અને વિજળી લાઇનને ભારે નુકસાન પહોંચાડનારા ઉડતા પદાર્થોના સંકેત આપ્યા હતા ઉપરાંત ભારે પવનને કારમે જમીનમાંથી ઝાડ પણ ઉખડી શકે છે અને આ રીતે નુકસાન કરી શકે છે. કોલકાતામાં ભારે વરસાદને કારણે જનજીવન વેરવિખેર થયુંછે જ્યારે હુગલીની નદીમાં કાવદનો પૂર આવ્યો છે ઉપરાંત ઉપરથી ભારે વરસાદ વરસી રહ્યો છે. બીજી તરફ કાંઠાના દિઘા દરિયાના મોજાની ઝપટમાં આવી ગયું છે.
૩. નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સના પ્રમુખ એસએન પ્રધાને કહ્યું છે કે, કોરોના વાયરસ સામેની લડાઇ વચ્ચે અમ્ફાન તોફાન દેશ માટે ડબલ પડકાર બન્યું છે.
૪. એનડીઆરએફની ૪૦ ટીમો કામે લાગી છે અને આવા સમયે લોકોને બચાવવાનો બેવડો પડકાર છે. આ ઓપરેશનોમાં અમારી સોશિયલ ડિસ્ટન્સનું પણ પાલન કરવાનું છે.
૫. દરિયા કાંઠા નજીક આવેલા કોલકાતામાં સાંજે પાંચ વાગ્યા સુધી તમામ એરપોર્ટ બંધ કરી દેવાયા હતા અને તેમને એલર્ટ પર મુકવામાં આવ્યા હતા. વિઝ્‌યુઅલથી જાણવા મળ્યું હતું કે, ભારે પવનોને કારણએ ઓરિસ્સાના પ્રદીપ અને પશ્ચિમ બંગાળના નોર્થ ૨૪ પરગણા જિલ્લાઓમાં ભારે તબાહી મચી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બંગાળના સાત જિલ્લા તોફાનથી અસરગ્રસ્ત થયા છે.
૬.ભારતના હવામાન વિભાગના ડાયરેક્ટર જનરલ મૃત્યુંજય મહાપાત્રાએ કહ્યું હતું કે, આ તોફાની પવનો ધીમા નહીં પડે તો નીચાણવાળા વિસ્તારોમાં ભારે તબાહી મચાવી શકે છે. ઝપટમાં આવનારા વિસ્તારોને રેડ પ્લસ ઝોન ગણાવી મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું હતું કે, તેઓ આખી રાત કંટ્રોલરૂમાં રહેશે અને સ્થિતિ પર નજર રાખશે.
૭. દરિયા કિનારે રહેનારા લોકોને પહેલા જ ચેતવણી આપી દેવાઇ હતી કે તેઓ વિસ્તાર ખાલી કરીને સલામત સ્થળે જતા રહે. માછીમારોને દરિયો નહીં ખેડવા સ્પષ્ટ સૂચના આપી દેવાઇ હતી. મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું કે, ગુરૂવારે જ્યાં સુધીતોફાન શાંત નહીં થાય ત્યાં સુધી તેઓ કંટ્રોલરૂમમાં જ રહીને સ્થિતિ જોશે. તેમણે કહ્યું કે તોફાનનો છેલ્લો ભાગ પણ પૂરો ના થઇ જાય ત્યાં સુધી લોકો પોતાના ઘરેથી બહાર ના આવે. તેમણે ચેતવણી આપી હતી કે, ગયા વર્ષે જ્યારે તોફાન ફાની આવ્યો હતો ત્યારે આવતા સમયે જેટલું નુકસાન થયું ન હતું તેનાથી વધારે નુકસાન તેની જતી વખતે થયું હતું.
૮. સોમવારે વડાપ્રધાન મોદીએ અમ્ફાન મુદ્દે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી અને તેની અસરો સામે તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમણે ટિ્‌વટમાં બધા લોકોની સુરક્ષા માટે પ્રાર્થના કરી હતી.
૯. અમ્ફાનને અંગ્રેજીમાં ‘‘અમ-પન’’ પણ કહ્યું છે જેનો અર્થ આકાશ થાય છે. આ નામ થાઇલેન્ડ દ્વારા વર્ષ ૨૦૦૪માં અપાયું હતું. આ તોફાનને સતત વિશાખાપટ્ટનમના દરિયા કાંઠેથી ટ્રેક કરવામાં આવ્યું છે.
૧૦. વર્ષ ૧૯૯૯માં ઓરિસ્સામાં આવેલા ચક્રવાતી તોફાનને પગલે ૧૦,૦૦૦ લોકોનાં મોત થઇ ગયા હતા, જ્યારે તેના આઠ વર્ષ પહેલા બાંગ્લાદેશમાં પ્રચંડ તોફાન, વાવાઝોડું અને ભારે પૂરને કારણે ૧,૩૯,૦૦૦થી વધુ લોકો માર્યા ગયા હતા.

ચક્રવાત અમ્ફાનને લીધે ભુવનેશ્વર-નવી દિલ્હી સ્પેશિયલ એસી ટ્રેન ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે

(એજન્સી) ભુવનેશ્વર, તા. ૨૦
બુધવારે ભુવનેશ્વરથી નવી દિલ્હી માટે દોડનારી સ્પેશિયલ એસી ટ્રેન ભદ્રક-ખડગપુર લાઇનને બાદ કરતા ડાયવર્ટ કરેલા રૂટ પર દોડશે કારણ કે, ચક્રવાતી તોફાન અમ્ફાનથી ઓરિસ્સામાં ભારે તબાહી મચી છે તેમ અધિકારીએ જણાવ્યું હતું. અધિકારીએ જણાવ્યું હતું કે, આ ટ્રેન ભદ્રક-બાલાસોર-હિજીલી ખડગપુર-ટાટાના સામાન્ય રૂટને બદલે સંબલપુર સિટી-ઝારસંગ-રાઉરકેલા-ટાટાનગર રૂટ પર દોડશે. અધિકારીએ જણાવ્યું કે આ જ રીતે ધાર્મા પોર્ટ પરના સામાનના ટ્રાફિકને પણ રોકી દેવાયો છે. બહાર જનારા સામાનના ટ્રાફિકને પણ હાલપુરતો રોકી દેવાયો છે. અત્યારસુધી ભદ્રક-પલાસા મેઇનલાઇન પર સામાનનો ટ્રાફિક સામાન્ય રીતે ચાલી રહ્યો છે.