અમરેલી, તા.ર૭
અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ તેમજ કોસ્ટેબલ ને બદનામ કરવા અને મારી નાખવા તેમજ પોલીસ વિરુદ્ધ કરવા અન્ય સમાજને વોટ્‌સએપ દ્વારા વિડિઓ વાયરલ કરી દંગાફસાદ થાય તેવા હેતુથી યુવાને વિડિઓ વાયરલ કરતા ચલાલા પોલીસે આ શખ્સ સામે ગુન્હો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
આ અંગે મળતી વિગતો અનુસાર અમરેલી જિલ્લાના ચલાલા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ફરિયાદ અનુસાર પાદરગઢ ગામેં રહેતો જયરાજ માત્રાભાઈ વાળા નામના શખ્સે સોશિયલ મીડિયા વોટ્‌સએપમાં એક વિડિઓ વાયરલ કરેલ હોઈ જે વિડિઓ ચલાલા પોલીસ સ્ટેશનના અનાર્મ લોકરક્ષક દળના કોન્સ્ટેબલ નરેશ બીછુભાઈ ખુમાણ પાસે આવતા તેમણે વિડિઓ જોતા તેમાં જયરાજ નામનો શખ્સ ચલાલા પોલીસ સ્ટેશનના પીએસઆઇ જીજે મોરી તેમજ ફરિયાદી નરેશભાઈ ખુમાણ ને વિડીઓમાં અપશબ્દ બોલી તેમજ કોઈ એક ચોક્કસ જ્ઞાતિને ઉશ્કેરવા વિડીઓમાં બોલી રહ્યો હોઈ ચલાલા પોલીસ ઉપર જયરાજ વાળા એ ખોટો આક્ષેપો કર્યા હતા કે ગરમલી ગીડા ગામે જુગારની રેડ પાડી હતી અને તે બાદ ગરમલી ગામની ગુલાબબેન બીછુભાઈ વાળાએ દવા પી આત્મહત્યા કરી હતી જે બાબતે ચલાલા પોલીસને તેમાં ખોટી રીતે જોડી નવો વળાંક આપી એક ચોક્કસ જ્ઞાતિને ભડકાવા પ્રયત્ન કરતા જોવા મળેલ છે, અને ચલાલા પોલીસના એપીએસઆઈ મોરીને ખોટો બદનામ કરતો વિડીઓમાં બોલી રહયો છે પીએસઆઇ તેમજ કોસ્ટેબલને ખૂન કરી નાંખવાનું પણ વિડીઓમાં જણાતા ચલાલા પોલીસે જયરાજ માત્રાભાઈ વાળા સામે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.