અમદાવાદ, તા. ૨
અમદાવાદ શહેરમાં ચાલી રહેલા દલિતોના ભારત બંધના એલાન દરમિયાન ફરજ પર રહેલા પોલીસકર્મીઓ પર દલિતોએ પથ્થરમારો કર્યો હતો. અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. પોલીસકર્મીઓ ફરજમાં હતા ત્યારે એક ટોળાએ પથ્થરમારો કરતા ત્રણ મહિલા કોન્સ્ટેબલ અને બે પુરૂષ કોન્સ્ટેબલને ઈજા પહોંચી છે. આ ઘટનામાં એક પીએસઆઈને પણ ઈજા થતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ પહેલા પણ સમગ્ર દેશમાં થઈ રહેલા વિરોધની વરાળ અમદાવાદ તરફ વળી છે અમદાવાદના સારંગપુર વિસ્તારમાં ટોળુ બે કાબુ થઈ જતા પોલીસને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી છે…આ સાથે ટોળાને વિખેરવા પોલીસે ટીયર ગેસ પણ છોડ્‌યા હતા. ભારત બંધના પગલે આજે અમદાવાદમાં પણ દલિત સંગઠનો દ્વારા બજાર અને કોલેજો બંધ કરાવવાનો પ્રયાસ કરાયો હતો.