(એજન્સી) તા.૧૩
ચીનના વિદેશ મંત્રી વંગ યીએ મધ્યપૂર્વમાં તણાવને ઘટાડવા માટે એક નવા બહુપક્ષીય મંચની રચના કરવાની દરખાસ્ત કરી હતી એમ આંતરરાષ્ટ્રીય સમાચાર એજન્સીએ ગઈકાલે અહેવાલ આપ્યો હતો. શનિવારે ચીનના દક્ષિણ પશ્ચિમ શહેર તેંગચોંગમાં તેમના ઈરાની સમકક્ષ મોહમ્મદ જાવેદ ઝરીફ સાથેની મુલાકાત દરમ્યાન તેમણે આ ટિપ્પણી કરી હતી. વાંગ અને ઝરીફે વિશ્વ શક્તિઓ સાથેના ઈરાનના ર૦૧પના પરમાણુ કરાર પ્રત્યેની તેમની પ્રતિબદ્ધતાને પણ પુનરાવર્તિત કરી હતી, જેને યુ.એસ. ર૦૧૮માં એક તરફી તરીકે છોડી દીધી હતી. એક નિવેદનમાં ચીનના વિદેશ મંત્રાલયે કહ્યું ચાઈના તમામ હિતધારકોની સમાન ભાગીદારી સાથે પ્રાદેશિક બહુપક્ષીય સંવાદમંચ બનાવવાનો પ્રસ્તાવ રાખે છે. નિવેદનમાં જણાવ્યા મુજબ, આ મંચ સંવાદ દ્વારા પરસ્પર સમજણ વધારશે અને મધ્યપૂર્વમાં સુરક્ષાના મુદ્દાઓ માટે રાજકીય અને રાજદ્વારી ઉકેલો શોધશે. વાટાઘાટો પછી ઝરીફે જણાવ્યું હતું કે તેણે વાંગ સાથે ફળદાયી વાટાઘાટો કરી હતી જેમાં યુ.એસ. એકપક્ષીકરણને નકારી કઢાયું હતું અને કોરોના વાયરસ રસીના વિકાસ પર વ્યૂહાત્મક સંબંધો અને સહયોગ પર ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. તેહરાન ટાઈમ્સે કહ્યું કે ઈરાન અને ચીન રપ વર્ષીય ભાગીદારીની યોજના અંગે વાટાઘાટો કરી રહ્યા છે અને જો તેના વિશે નકકી કરવામાં આવશે તો તેહરાન અને બેઈજિંગ વચ્ચે અભૂતપૂર્વ સ્તરે સહકાર વધશે. ખાસ કરીને તેલ અને ગેસ ક્ષેત્રમાં આ કાગળ મુજબ પ્રેેસને લીક થયેલી વિગતોમાં કહેવાયું છે કે તેલ અને ગેસ સહિતના વિવિધ ઈરાની ક્ષેત્રોમાં ચીન કુલ ૪૦૦ અબજ ડોલરનું રોકાણ કરશે. જેના બદલામાં ઈરાન રાહતદરે રપ વર્ષના સમયગાળા માટે ચીનને સ્થિર ઊર્જા પુરવઠા પહોંચાડવાની ખાતરી કરશે.