(સંવાદદાતા દ્વારા)
આણંદ,તા.૩૦
આણંદ જિલ્લાનાં કરમસદની ચારૂતર આરોગ્ય મંડળના સ્થાપક અધ્યક્ષ સ્વ.ડૉ. એચ.એમ.પટેલની પુણ્યતિથિ નિમિત્તે ચારૂતર આરોગ્ય મંડળના ટ્રસ્ટી અને પૂર્વ અધ્યક્ષ ડૉ.અમૃતા પટેલ, મંડળના માનદમંત્રી જાગૃત ભટ્ટ, ભાઇકાકા યુનિર્વસિટીના પ્રોવોસ્ટ ડૉ.ઉત્પલા ખારોડ, ટ્રસ્ટના સભ્ય દિનુભાઇ પટેલ (મફતભાઇ), સી.ઇ.ઓ સંદીપ દેસાઇ, ડૉક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને કર્મચારીગણ દ્વારા સ્વ.ડૉ.એચ.એમ. પટેલની સમાધી પર પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. કોવિડ-૧૯ના નિયમોને આધિન સામાજિક અંતરની જાળવણી કરીને શ્રધ્ધાંજલિ આપવામાં આવી.ભારતના પૂર્વ નાણાં અને ગૃહ મંત્રી સ્વ. ડૉ. એચ.એમ.પટેલ દ્વારા ચારૂતર આરોગ્ય મંડળની સ્થાપના વર્ષ ૧૯૭૨માં પીડિતોને સાંત્વના આપવી અને જરૂરિયાતમંદ દર્દીઓેને શ્રેષ્ઠ તબીબી સેવાઓ પોષાય તેવા દરે પૂરી પાડવી તેવા ઉદ્‌ેશ સાથે કરી હતી. આજે આ સંસ્થાએ હરણફાળ પ્રગતિ કરી છે અને સંસ્થા સંચાલિત શ્રી કૃષ્ણ હૉસ્પિટલ ૧૦૦૦ પથારી ધરાવતી જિલ્લાની અદ્યતન અને વિશાળ હૉસ્પિટલ તરીકે ઉભરી આવી છે.