(સંવાદદાતા દ્વારા) સુરત તા.૨૦
સુરતના મોબલીન્ચીંગના વિરોધમાં કાઢવામાં આવેલી મૌન રેલી દરમિયાન પોલીસ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ ઊભું થતાં અઠવા પોલીસ મથકમાં રાયોટીંગ તથા આઈપીસી-૩૦૭નો ગુનો નોંધાયો હતો. આ ગુનામાં ફિરોઝ મલેક તથા હાજીભાઈ ચાંદીવાલા દ્વારા ગુજરાત હાઈકોર્ટમાં એક કવોશીંગ પીટીશન (ફરિયાદ રદ) દાખલ કરવામાં આવી હતી. આ પીટીશનની સુનાવણી દરમિયાન હાઈકોર્ટના જસ્ટીસ એ.એચ. વ્હોરાએ આઈપીસી-૩૦૭ પર સ્ટે આપી અંતિમ ઓર્ડર સુધી બે ઈસમોની ધરપકડ નહી કરવી તથા ચાર્જશીટ રજૂ કરતાં પહેલાં કોર્ટની પૂર્વ મંજૂરી લેવાનો વચગાળાનો આદેશ કર્યો હોવાનું જાણવા મળે છે. આ કેસની ટૂંકી વિગતો એવી છે કે, મોબલીન્ચીગના વિરોધમાં વર્સેટાઈલ માયનોટીરી ફોરમના પ્રમુખ અને બાબુ પઠાણની અધ્યક્ષતા એક વિશાળ મૌન રેલી કાઢવામાં આવી હતી. મક્કાઈપુલ પાસે રેલીને અટકાવતા પોલીસ અને મુસ્લિમ સમુદાય વચ્ચે ઘર્ષણ ઊભું થતા મામલો બિચક્યો હતો.જેને પગલે શહેર પોલીસે લઘુમતિ સમુડાય સામે આકરા પગલા લીધા હતા.