અમદાવાદ, તા.ર૯
ગુજરાતના ચાર આઈપીએસ અધિકારીઓને ડીજીપી ગ્રેડ સાથે બઢતી આપવામાં આવી છે. હાલ એડીજીપી કક્ષાના ચારેય આઈપીએસ અધિકારીઓને ડીજીપી ગ્રેડથી પ્રમોશન આપવામાં આવ્યું છે.
ગુજરાત સરકારના ગૃહવિભાગે સોમવારે ચાર આઈપીએસ ઓફિસરને બઢતી આપવાનો હુકમ કર્યો છે.
આઈપીએસ અધિકારી વિપુલ વિજોય, એ.કે. સુરોલિયા, મોહન ઝા અને ટી.એસ. બિસ્ટને ડીજીપી ગ્રેડથી પ્રમોશન આપવામાં આવ્યું છે.