જયપુર,તા.૨૫
એક તરફ જ્યાં કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા નવા કૃષિ કાયદાઓનો ખેડૂતો દ્વારા છેલ્લા એક મહિનાથી વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે કોંગ્રેસ સહીત મોટાભાગના વિપક્ષી દળો પણ ખેડૂત આંદોલનમાં જોડાઈ ગયા છે. ગઈકાલે જયારે રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીએ રાષ્ટ્રપતિ ભવન ખાતે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા ગયા ત્યારે પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી. સમગ્ર મામલે જ્યાં એક તરફ કોંગ્રેસમાં રોષ છે તો બીજી બાજુ રાજસ્થાનના કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ખેડૂત આંદોલનને લઈને મોટું નિવેદન કર્યું છે. સીએમ ગેહલોતે નિવેદન કરતા જણાવ્યું છે કે નવા કૃષિ કાયદા અને ખેડૂતોના આંદોલનને લઈને પંજાબ રાજસ્થાન છત્તીસગઢ અને પુડુચેરીના મુખ્યમંત્રીઓ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે મુલાકાત કરવા માંગે છે. વધુમાં તેમને જણાવ્યું છે કે, તેઓ ચોક્કસ કોઈના દબાણમાં છે. આ ચારેય મુખમંત્રીઓ તેમને મળવા માંગે છે પરંતુ તેઓ મળી નથી શકતા. આ મારી ધારણા છે.