(સંવાદદાતા દ્વારા) હાંસોટ, તા.૬
ભરૂચ જિલ્લાના હાંસોટ તાલુકાના વમલેશ્વર અને હાંસોટ ગામના ચાર નાવિક યુવાનો દરિયામાં લાપતા થતા આજે ચોથા દિવસે તેમના પરિવારજનોએ હાંસોટ મામલતદારને આવેદનપત્ર આપી શોધખોળ કરવા હેલિકોપ્ટરની મદદ લેવાની રજૂઆત કરી હતી.
આજરોજ હાંસોટ તાલુકાના બે ગામનાં વમલેશ્વરના અજય રાઠોડ, વિપુલ રાઠોડ તથા હાંસોટ નવી નગરના રહીશ વિમલ વસાવા અને રમેશ વસાવાના છેલ્લા ત્રણ દિવસથી દરિયામાં નાવડી લઈને ગયા હતા. તેઓ લાપતા બનતા તેઓની ત્રણ દિવસથી શોધખોળ કરવામાં આવી રહી છે. જ્યારે આ ચારેય યુવાનોનો પતો નહીં મળતા અંતે આજે ચારેય લાપતા યુવાનોના પરિવારજનો હાંસોટ મામલતદાર કચેરી ખાતે ગ્રામજનો સાથે દોડી આવ્યા હતાંં. જ્યાં હાંસોટ મામલતદારને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી કે આ ચારે યુવાનો છેલ્લા ત્રણ દિવસથી ગુમ છે અને તેઓનો કોઈ જ અતો-પતો નથી. ત્યારે હવે અમારી માગણી છે કે આ લોકોને શોધવા માટે તંત્ર દ્વારા (સી બોટ) મોટું જહાજ તેમજ હેલિકોપ્ટરની મદદ લેવામાં આવે અને હેલિકોપ્ટરની મદદથી તેમને શોધવામાં આવે તેવી માગણી કરતા હાંસોટ મામલતદારે પણ આ મામલે તંત્ર દ્વારા યોગ્ય પગલાં ભરવામાં આવશે તેવી ખાત્રી આપી હતી.
ચાર યુવાનોને શોધવા હેલિકોપ્ટરની મદદ લેવા પરિવારજનો દ્વારા મામ.ને આવેદન

Recent Comments