(સંવાદદતા દ્વારા)
બાવળા, તા.૩૦
રાજ્યના હાઈવે રોડ ઉપરથી પસાર થતા માલવાહક વાહનમાં ચાલુ વાહને ચઢી તાડપત્રી કાપી માલવાહક વાહનમાંથી કિંમતી માલ-સામાનની ચોરીના ગુના આચરતી કુખ્યાત ‘ગેડિયા’ ગેંગના સાગરિતને અમદાવાદ ગ્રામ્ય, એલ.સી.બી. પોલીસે ઝડપી પાડેલ છે.
પો.કોન્સ. અજયસિંહ ચુડાસમાને મળેલ બાતમી આધરે પો.સ.ઈ. આર.એમ. વસૈયા, વિરમગામ રૂરલના પો.સ.ઈ. આર.આઈ.સોલંકી અને ટીમે વિરમગામ-સુરેન્દ્રનગર હાઈવે રોડ, થોરી નર્મદા કેનાલ નજીક વોચ ગોઠવી ભારે જહેમતથી કુખ્યાત ‘ગેડિયા ગેંગ’ના સાગરિતને ગુનામાં સંડોવાયેલ સ્કોર્પીઓ ગાડી તથા ચોરાઉ પ્લાસ્ટિકના દાણાના થેલા નં.-ર તથા વિમલ ગુટકાના મોટા બોક્સ નંગ-૪ મળી કુલ રૂા.૩,૮પ,પ૦૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડેલ.
રૂા.૩,૮પ,પ૦૦/-ના મુદ્દામાલ સાથે કુખ્યાત ગેડિયા ગેંગનો સાગરિત ઝડપાયો
(૧) રામલો ઉર્ફે રામદાસ ગગજીભાઈ કોળી પટેલ ઉં.વ.-ર૩ રહે.ભરવાડ વાસ, થોરી-થાંભા, તા.વિરમગામ.
ઉક્ત ઈસમના કબજામાંથી મળી આવેલ સ્કોર્પીઓમાંના પ્લાસ્ટિકના દાણાના થેલા નંગ-ર જે એક થેલામાં આશરે રપ કિલો કિંમત રૂપિયા રપ૦૦/- લેખે બે થેલાની કિં.રૂા.પ૦૦૦/- તથા વિમલ ગુટકાના મોટા બોક્સ નંગ-૪ જે એક બોક્સની કિં.રૂા.ર૦૦૦૦/- લેખે ચાર બોક્સની કિંમત રૂા.૮૦૦૦૦ સંબંધે પૂછપરછ કરતા કોઈ સંતોષકારક જવાબ આપેલ નહીં જેથી અટકાયત કરી આગવી ઢબે ધનિષ્ઠ પૂછપરછમાં પોતાના સાગરિતો સાથે મળી અમદાવાદ-વિરમગામ, માલવણ-લીમડી, બગોદરા-ધોળકા હાઈવે રોડથી પસાર થતાં માલવાહક વાહનોની તાડપત્રી કાપી ચાલુ વાહને વાહનમાંથી કિંમતી માલસામાનની ચોરીઓ કરેલાની કબૂલાત કરતા ધનિષ્ઠ પૂછપરછ હાથ ધરેલ.
કુલ-૧૦થી વધુ ગુના આચરેલાની કબૂલાત
ઉક્ત આરોપીઓની ધનિષ્ઠ પૂછપરછમાં પોતાના સાગરિતો સાથે મળી છેલ્લા એક માસ દરમ્યાન ૧૦થી વધુ ગુના આચરેલાની કબૂલાત કરેલ તે પૈકી વિરમગામ રૂરલ-૧, સાણંદ-૦૧, ધોળકા ટાઉન-૧, મળી કુલ ૦૩ ગુના નોંધાયેલ હોવાની માહિતી હાલ સુધી પ્રાપ્ત થયેલ છે.
આ કામગીરીમાં એલ.સી.બી. પો.સ.ઈ. આર.એમ.વસૈયા, એ.એસ.આઈ. મનુભાઈ ખરાડી, પો.કો-અજયસિંહ ચુડાસમા, પો.કો. અજીતસિંહ પઢેરિયા, પો.કો. વિપુલભાઈ પટેલ વિરમગામ રૂરલ પો.સ્ટે.ના પો.સ.ઈ. આર.આઈ.સોલંકી તથા પો.કો. જયદિપસિંહ, પો.કો. ચેહરભાઈ, પો.કો.રાજુજીનાઓ જોડાયેલા હતા.