(એજન્સી) તા.૨૭
આઇએનએક્સ મીડિયા કેસમાં ભ્રષ્ટાચારના આરોપમાં હાલ પી.ચિદમ્બરમ તિહાર જેલમાં કેદ છે. આ મામલે દિલ્હી હાઈકોર્ટે સુનાવણી કરી હતી. સુનાવણી દરમિયાન સીબીઆઈએ કોર્ટ સામે પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમ પર ઈન્દ્રાણી મુખરજી સાથેની મુલાકાતાના પુરાવા નષ્ટ કરવાનો આરોપ મૂક્યો છે. ઇન્દ્રાણી મુખરજીએ આઈએનએક્સ મીડિયા કેસમાં પહેલા સહઆરોપી હતી પણ હવે ઈન્દ્રાણી આ કેસમાં સરકારી સાક્ષી બની ગઈ છે.
સીબીઆઈએ આ કેસમાં નાણામંત્રી રહેતા પી.ચિદમ્બરમર દ્વારા પોતાના પદનો દુરુપયોગ કરવા માટે આરોપી બનાવાયો છે. સીબીઆઇનો આરોપ છે કે ચિદમ્બરમે પદનો દુરુપયોગ કરતાં પોતાના દીકરા કાર્તિ ચિદમ્બરમની કંપની આઈએનએક્સ મીડિયાને લાભ પહોંચાડ્યો જેમાં ઇન્દ્રાણી મુખરજીનો પણ હિત હતો.
સીબીઆઈ તરફથી દલીલો કરતાં એડિશનલ સોલિસીટર જનરલ તુષાર મહેતાએ કહ્યું કે જે દિવસ પી.ચિદમ્બરમે ઈન્દ્રાણી મુખરજી સાથે મુલાકાત કરી હતી તે દિવસનો વિઝિટર્સ લોગ રજિસ્ટર મિસિંગ છે. મહેતાએ કહ્યું કે તપાસ દરમિયાન વિઝિટર્સ રજિસ્ટર નષ્ટ કરવાની માહિતી સામે આવી છે.
તેના પહેલા પૂર્વ નાણામંત્રી ચિદમ્બરમના વકીલ કપિલ સિબ્બલે કોર્ટમાં કહ્યું હતું કે એવા કોઈ પુરાવા નથી જે પી.ચિદમ્બરમને ઈન્દ્રાણી મુખરજી સાથે લિન્ક કરે છે. સિબ્બલે પી.ચિદમ્બરમના હવાલાથી કહ્યું હતું કે મને યાદ નથી કે મારી ઈન્દ્રાણી મુખરજી સાથે ક્યારે મુલાકાત થઈ હતી. નાણામંત્રી રોજ સેંકડો લોકોને કોલ કરે છે. તમારે આ વાતની પુષ્ટી કરવા માટે વિઝિટર્સ લોગને ચેક કરવાની જરૂર છે.
INX મીડિયા કેસ : સરકારે CBIને નીતિ આયોગના પૂર્વ CEO, અન્યો સામે કેસ ચલાવવા પરવાનગી આપી
(એજન્સી) નવી દિલ્હી, તા.ર૭
સરકારે સીબીઆઈને આઈએનએક્સ મીડિયા કેસમાં નીતિ આયોગના પૂર્વ સીઈઓ સિંધુશ્રી ખુલ્લર અને અન્યો સામે એફઆઈપીબી સંદર્ભે કેસ ચલાવવા પરવાનગી આપી. ખુલ્લર ઉપરાંત સરકારે માઈક્રો, સ્મોલ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગ મંત્રાલયના પૂર્વ સચિવ અનુપ કે પૂજારી, નાણામંત્રાલયના તે વખતના ડાયરેકટર પ્રબોધ સકસેના અને નાણાં વિભાગના નાયબ સચિવ રબિન્દ્ર પ્રસાદ સામે પણ કેસ ચલાવવા પરવાનગી આપી છે. સરકારે આ કેસમાં પી.ચિદમ્બરમ સામે કેસ ચલાવવા પહેલાં જ પરવાનગી આપી છે. ખુલ્લરે ર૦૦૪થી ર૦૦૮ સુધી આર્થિક બાબતોના વિભાગમાં વધારાના સચિવ તરીકે ફરજો બજાવી છે. ર૦૦૬થી ર૦૧૦ સુધી પૂજારી સહાયક સચિવ હતા અને ર૦૦૮થી ર૦૧૦ સુધી સકસેના આ વિભાગમાં ડાયરેકટર હતા અને પ્રસાદ પણ આ વિભાગમાં જે તે સમયે હતા. સીબીઆઈએ ૧પમી મે, ર૦૧૭ના રોજ એફઆઈઆર દાખલ કરી હતી જેમાં એફઆઈપીબીમાં ગેરરીતિઓ થઈ હોવાના આક્ષેપો મૂકયા હતા.
Recent Comments