(એજન્સી) બીજિંગ, તા.૨૦
કોરોના વાયરસને ફેલાવનાર દેશ ચીનમાં એક લેબોરેટરીમાં એવી દવા વિકસિત કરવામાં આવી રહી છે જેના વિશે દાવો કરવામાં આવ્યો છે કે કોરોના વાયરસ મહામારીને રોકી શકે છે. વૈજ્ઞાનિકોનો દાવો છે કે વેક્સીન વગર કોરોનાની સારવાર શક્ય થઈ શકે છે.
દુનિયાભરમાં ફેલાતાં પહેલા ગયા વર્ષના અંતમાં ચીનમાં આ પ્રકોપ સામે આવ્યો હતો, ત્યારબાદ તેની સારવાર અને વેક્સીન શોધવા માટે દુનિયાભરના દેશ લાગી ગયા છે. શોધકર્તાઓનું કહેવું છે કે ચીનની પ્રતિષ્ઠિત પેકિંગ યુનીવર્સિટીમાં વૈજ્ઞાનિકો દ્વારા ટ્રાયલ કરવામાં આવી રહેલી દવા સંક્રમિત લોકોને રિકવરિંગ સમયને ઓછો કરે છે ઉપરાંત વાયરસથી શોર્ટ ટર્મ ઇમ્યૂનિટી પણ આપી શકે છે.
યુનિવર્સિટીના બીજિંગ એડવાન્સ્ડ ઇનોવેશન સેન્ટર ફોર જીનોમિક્સના નિદેશક સુનીની ઝીએ જણાવ્યું કે ટ્રાયલ ફેઝમાં દવા પશુ પર સફળ રહી છે. ઝીએ જણાવ્યું કે જ્યારે અમે સંક્રમિત ઉંદરોમાં ન્યૂટ્રલાઇજિંગ એન્ટીબોડીઝને ઇન્જેક્ટ કરી તો પાંચ દિવસ બાદ વાયરસ લોડ ૨,૫૦૦ પરિબળથી પણ ઓછો થઈ ગયો. તેનો અર્થ છે કે આ સંભવિત દવાનો રોગનિવારક પ્રભાવ છે. બીમારીની સંભવિત સારવાર અને રિકવર થવાનો સમય ઓછોઃ દવા વાયરસને સંક્રમિત કરનારી કોશિકાઓને રોકવા માટે માનવ પ્રતિરક્ષા પ્રણાલી દ્વારા ઉત્પાદિત એન્ટીબોડીઝને અસર વગરની કરનારી એન્ટીબોડીનો ઉપયોગ કરે છે. જેમ કે ઝીની ટીમે ૬૦ દર્દીઓના લોહીથી અલગ કર્યા. સાયન્ટિસ્ટ જર્નલ સેલમાં રવિવારે પ્રકાશિત ટીમના રિસર્ચ પર એક અધ્યયન માં જણાવાયું કે એન્ટીબોડીનો ઉપયોગ કરવાથી બીમારીની સંભવિત સારવાર થાય છે અને રિકવર થવાનો સમય ઓછો થઈ જાય છે.