બેઇજિંગ,તા.૧૮
ભારતની સરકારી એવિએશન કંપની એર ઇન્ડિયાને બે સપ્તાહ માટે હોંગકોંગમાં ઉડાન ભરવા માટે પ્રતિબંધિત કરવામાં આવી છે. મીડિયા રિપોર્ટ મુજબ દિલ્હીથી હોંગકોંગ માટે નિયમિત ઉડાન ભરતી એર ઇન્ડિયા પર ચીની સરકારે પ્રતિબંધ લગાવ્યો છે. આજ કારણે સોમવારે એર ઇન્ડિયાના વિમાનને હોંગકોંગ ન લઇ જવામાં આવી. મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે હોંગકોંગથી દિલ્હી પાછી આવતી ફ્લાઇટ પણ દિલ્હી ના આવી શકી. ૧૪ ઓગસ્ટથી સંચાલિત એર ઇન્ડિયાની દિલ્હી હોંગકોંગ ઉડાનમાં ૧૧ કોવિડ ૧૯ના કેસ સામે આવ્યા હતા. જે પછી ચીની સરકારે હોંગકોંગ માટે એર ઇન્ડિયાની સેવાને પ્રતિબંધિત કરી છે. સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટની એક રિપોર્ટ મુજબ કહેવામાં આવ્યું છે કે હોંગકોંગે એર ઇન્ડિયાની આગળની ફ્લાઇટ ઓપરેટિંગ પર પ્રતિબંધ મૂક્યો છે. તેણે એર ઇન્ડિયા પર આરોપ લગાવ્યો છે કે તે અનેક કોરોના સંક્રમિત દર્દીઓને લાવે છે. ૧૭ ઓગસ્ટે એરલાઇને જાહેરાત કરી હતી કે તેની દિલ્હીથી હોંગકોંગ જતી ફ્લાઇટને સ્થગિત કરવામાં આવી છે. ચીની સરકારના આ પગલાથી ભારતમાં ફેસાયેલા હોંગકોંગના અનેક યાત્રીઓ પ્રભાવિત થયા છે. આ યાત્રીઓને સોશિયલ મીડિયા પર ટ્રાવેલ પ્લાન રીશિડ્યૂઅલ કરવાનું કહેવામાં આવ્યું છે. એક યાત્રીએ ટિ્વટના જવાબમાં એર ઇન્ડિયાએ કહ્યું કે હોંગકોંગના અધિકારીઓ દ્વારા લગાવવામાં આવેલા પ્રતિબંધોના કારણે એઆઇ-૩૧૦/૩૧૫ દિલ્હીથી હોંગકોંગ દિલ્હી ૧૮ ઓગસ્ટ ૨૦૨૦ની ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી છે.
Recent Comments