બીજિંગ, તા.૨૬
ચીનમાં ફેલાયેલ કોરોના વાઈરસ ક્યારે કાબૂમાં આવશે તે એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ૨૬ ફેબ્રુઆરી એટલે કે આજના સર્વે પ્રમાણે આ વાઈરસના કારણે મૃતકોની સંખ્યા કુલ ૨૭૧૫ સુધી પહોંચી ચુકી છે. જોકે ચીનમાં ૨૯૭૦૦ લોકો આ વાઈરસની ઝપેટમાંથી બહાર પણ આવ્યા છે. પરંતુ હજુ પણ ૭૮૦૦૦ જેટલા દર્દીઓ આ વાઈરસથી પીડાઈ રહ્યા છે. જોકે છેલ્લા ૨૪ કલાકમાં આ વાઈરસને કારણે ૫૨ લોકોના મોત થઈ ચુક્યા છે અને ૪૦૧ જેટલા નવા કેસ સામે આવ્યા છે.
ચીનથી ફેલાયોલો કોરોના વાઈરસ અત્યારસુધીમાં વિશ્વના ૩૧ દેશોમાં પગ પેસારો કરી ચૂક્યો છે. આ લીસ્ટમાં હવે પશ્ચિમી એશિયાના બે દેશો બહેરીન અને કુવૈતનો પણ સમાવેશ થયો છે. આખી દુનીયામાં અત્યાર સુધીમાં ૭૭ હજાર ૧૫૦ લોકો આ વાઈરસથી અસરગ્રસ્ત થઈ ચૂક્યા છે અને ૨ હજાર ૫૯૨ લોકો આ વાઈરસની અસરથી મોતને ભેટી ચૂક્યા છે. ત્યાં જાપાનના દરિયાકાંઠે ડાયમંડ પ્રિંસેસ જહાજમાં હાજર વધુ બે ભારતીય કોરોના વાઈરસથી અસરરગ્રસ્ત થયા છે. તે સાથે જ હવે આ વાઈરસથી ચેપી ભારતીય લોકોની સંખ્યા ૧૪ સુધી પહોંચી ગઈ છે. દક્ષિણ કોરિયાએ સોમવારે બપોરે કોરોનાના ૭૦ નવા કેસોની પુષ્ટી કરી છે, તે પછી કોરિયામાં હવે કોરોના વાઈરસના કેસ વધીને ૭૬૩ થઈ ગયા છે અને ૭ લોકોની મોત થઈ છે. કોરિયા સેન્ટર ફોર પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ (કેસીડીસી)ની વેબસાઈટ પર બહાર પડાયેલા ડેટા અનુસાર રોજ બરોજ કોરોનાના કેસમાં ૨૦૦થી વધારેની વૃદ્ધી થઈ રહી છે. ઉલ્લેખનીય છે કે ચીન પછી દક્ષિણ કોરીયામાં સૌથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે અને તેમાં પણ છેલ્લા કેટલાક દિવસથી સંખ્યામાં વધારો થઈ રહ્યો છે.