નવી દિલ્હી, તા.૧૦
ફ્રાન્સના એક પૂર્વ એનબીએ ખેલાડી ઉપર રમત પહેલા રાષ્ટ્રગીત દરમ્યાન ચીનના ધ્વજને ના જોવા બદલ ચીનમાં ખેલ અધિકારીઓએ ૧૪૦૦ ડોલરનો દંડ ફટકાર્યા છે. ચીની બાસ્કેટબોલ એસોસિએશન (સીબીએ)ના ખેલાડીઓને ‘માર્ચ ઓફ ધ વોલંટિયર્સ’ દરમ્યાન રાષ્ટ્ર ચિન્હને જોવાનું હોય છે પણ ટીવી ઉપર બતાવાયું કે ગ્વર્સચોન યાબુસલેનું માથું ગેમ પહેલા નમેલું હતું. યાબુસલે નાનઝિંગ ટોંગસી મંકી કિંગ માટે રમે છે. ત્યારબાદ સીબીએએ એક નિવેદનમાં કહ્યું કે યાબુસલેને ગંભીર ચેતવણી આપવામાં આવી હતી અને ધ્વજને આવશ્યક રીતે નહીં જોવા માટે ૧૦૦૦૦ યુઆનનો દંડ લગાવ્યો હતો. આ વર્ષ સીબીએ ટીમમાં સામેલ થતા પહેલા બે સત્રો માટે બોસ્ટન સેલ્ટિકસ માટે રમનાર યાબુસલેએ આ ઘટના પર કોઈ ટિપ્પણી કરી નથી.