(એજન્સી) બેઇજિંગ,તા.૩૦
ચીનના શાંક્સી પ્રાંતમાં એક રેસ્ટોરાં તૂટી પડવાથી ૨૯ લોકોના અકાળે મોત નીપજ્યા છે અને ૨૮ લોકો ઘાયલ થયા છે. ઇજાગ્રસ્તોમાંથી ૭ લોકોની સ્થિતિ ખૂબ જ ગંભીર છે. આખી રાત રાહત અને બચાવની કામગીરી ચાલ્યા બાદ કાટમાળમાંથી તમામ લોકોને કાઢી દેવામાં આવ્યા છે. રાહત અને બચાવ અભિયાન હવે પૂરું થયું છે અને ઇજાગ્રસ્તોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. કહેવાય છે કે રેસ્ટોરાં તૂટવાની ઘટના શાંક્સી પ્રંતના લિનફેન શહેરમાં થઇ બનીછે. રેસ્ટોરાં તૂટી પડતા લોકોએ જીવ બચાવવા માટે ચીસાચીસ કરી મૂકી હતી. શિન્હુઆના રિપોર્ટ પ્રમાણે ૮૪૦ બચાવકર્મી, ૧૦૦ મેડિકલ વર્કર્સ, અને ૧૫ એમ્બ્યુલન્સે રાહત અને બચાવ કામ કર્યું. ચીની ટીવી ચેનલ સીજીટીએનના મતે રાત્રે અંદાજે ૩.૪૫ વાગ્યે રાહત અને બચાવ કામને બંધ કરી દીધું. કુલ ૫૭ લોકોને કાટમાળમાંથી કાઢવામાં આવ્યા છે. ચેનલે કહ્યું કે જે લોકોને નીકાળ્યા છે તેમાંથી ૨૯ લોકો મૃત જોવા મળ્યા છે. આ સિવાય ૨૮ લોકો ઘાયલ છે જેમાંથી ૭ની સ્થિતિ ખૂબ જ નાજુક છે. કયા કારણોસર આ ઘટના બની તે હજુ સામે આવ્યું નથી. ચીની મીડિયાએ શરૂઆતમાં મૃતકોની સંખ્યા ૫ બતાવી હતી જે હવે વધીને ૨૯ થઇ ગઇ છે. કહેવાઇ રહ્યું છે કે કાટમાળમાંથી લોકોને કાઢવા માટે કૂતરાઓનો ઉપયોગ કરવો પડ્યો. કાટમાળને હટાવા માટે ભારેભરખમ મશીનોનો ઉપયોગ કરાયો.
ચીનમાં પાર્ટી દરમ્યાન રેસ્ટોરન્ટ તૂટી પડતાં ર૯નાં મોત

Recent Comments