(એજન્સી) બેઈઝિંગ, તા.૪
ગુરૂવારે દક્ષિણી ચીનની એક પ્રાથમિક સ્કૂલમાં હુમલાખોરે છરીથી હુમલો કરી ૩૭ વિદ્યાર્થીઓ અને બે વયસ્કોને ઘાયલ કરી દીધા, અધિકારીઓએ જણાવ્યું કે સ્થાનિક મીડિયાએ અપરાધી તરીકે એક સુરક્ષાગાર્ડની ઓળખ કરી છે. ટીચિંગ સ્ટાફ સહિત તમામ પીડિતોને હોસ્પિટલ મોકલવામાં આવ્યા છે, એક પણ ગંભીર સ્થિતિમાં નથી, વાંગફું સેન્ટ્રલ પ્રાઈમરી સ્કૂલમાં આ દુર્ઘટના સવારે ૮ઃ૩૦ વાગે થઈ જ્યારે બાળક સામાન્ય રીતે ક્લાસ માટે પહોચ્યાં હતા. સરકારે જણાવ્યું કે હુમલાખોર લગભગ ૫૦ વર્ષનો હતો. ૩૭ વિદ્યાર્થીઓને હળવી ઈજા પહોંચી છે જ્યારે બે વયસ્ક વધુ ગંભીર છે. આ બધાને સારવાર માટે હોસ્પિટલમાં મોકલવમાં આવ્યા છે અને બધા જોખમની બહાર છે.
કોરોના વાયરસના પ્રકોપના કારણે મહિનાઓ સુધી બંધ રહ્યાં પછી મેમાં વિસ્તારોમાં સ્કૂલો ફરીથી ખોલવામાં આવી હતી. આ વર્ષે ચીનમાં અનેક સ્કૂલોમાં હુમલા થયા છે. નવેમ્બરમાં એક વ્યક્તિ દક્ષિણ-પશ્ચિમના યુન્નાન રાજ્યમાં એક કિંડરગાર્ડનની દીવાલ પર ચઢી ગયો અને એક તરલ પદાર્થ લોકો પર છાંટી દીધો જેમાં ૫૧ વિદ્યાર્થી ઘાયલ થયા. પાછલા સપ્ટેમ્બરમાં મધ્ય હુબેઈ રાજ્યમાં એક સ્કૂલ સંબધિત અપરાધિક મામલામાં આઠ સ્કૂલના બાળકોના મોત થયા અને અન્ય બે ઘાયલ થઈ ગયા, ૪૦ વર્ષીય એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી. છરી મારનાર વ્યક્તિએ પાઠલા વર્ષે એપ્રિલમાં મધ્ય હુનાન રાજ્યની એક પ્રાથમિક સ્કૂલમાં બે લોકોની હત્યા કરવામાં આવી હતી અને અન્ય બે લોકોને ઘાયલ કરી દીધા હતા. એપ્રિલ ૨૦૧૮માં એક વ્યક્તિએ ૯ મિડલ સ્કૂલના વિદ્યાર્થીઓની હત્યા કરી કારણ કે તે ઘર પરત ફરી રહ્યાં હતા, હાલના વર્ષમાં ચીનમાં સૌથી ઘાતક છરી હુમલા થયા છે.