(એજન્સી) તા.૧ર
ભારત અને ચીન વચ્ચે લદ્દાખ સરહદ પર ગતિરોધ હજી ખતમ થવાનું નામ નથી લઈ રહ્યો. આવામાં ચીનની સરકારી મીડિયાએ ગ્લોબલ ટાઈમ્સ મુખપત્રના માધ્યમથી ભારતને ધમકી આપે છે. મીડિયાએ લદ્દાખમાં તનાવની સ્થિતિને ઓછી થવાના સકારાત્મક સંકેત બતાવતા ભારતને સલાહ આપી છે. અમેરિકાથી દૂર રહેવાની સલાહ આપતા ગ્લોબલ ટાઈમ્સમાં કહેવાયું છે કે ભારત પોતાની ઘરેલુ સમસ્યાઓ પર ધ્યાન આપે અને ગુટનિરપેક્ષતાને પોતાની નીતિનું રટણ ના કરે. ચીની અખબારે ના તો માત્ર જૂની નીતિને બદલવાની વાત કહી છે બલ્કે અમેરિકાથી દૂર રહેવાની પણ સલાહ આપી દીધી. મુખપત્રે ચીની વિદેશ મંત્રાલયના પ્રવક્તા હુઆ ચુનસિંહના એક નિવેદનને આધાર બનાવતા કહ્યું, ચીન અને ભારતની તરફથી સરહદ પર તનાવને ઓછો કરવાની દિશામાં ઘણા મહત્ત્વના નિર્ણય લેવામાં આવી રહ્યા છે. ભારતની વિદેશ નીતિમાં બદલાવ લાવવાની કહેલ વાત અખબારે ભારતની વિદેશનીતિનો ઉલ્લેખ કરતા કહ્યું, ભારત વિદેશ નીતિમાં ગુટનિરપેક્ષતાના નીતિનું પાલન કરતું આવ્યું છે. એની સાથે જ અખબારે ભારતને કૂટનીતિક સ્વતંત્રતા બનાવી રાખવાની વાત કહી. ચીને ભારતને વિદેશીનીતિ બદલાવ અને સકારાત્મક પહેલની વાત કરે છે ત્યારે બીજી તરફ હાલમાં જ એક ઈન્ટરવ્યુમાં ભાજપ સાંસદ નામગ્યાલે સીમા ક્ષેત્રના ભારતીય ગ્રામીણોથી વાતચીતના આધાર પર બતાવ્યું કે લદ્દાખના ડેમચોક ગામની સામે ચીને પોતાની તરફ નવું ડેમચોક ગામ વસાવી દીધું છે જે પહેલા ક્યારેય નહોતું. ચીને અહીંયા ૧૩ મકાન બનાવ્યા છે અને સડક અને ટેલિકોમની સુવિધા પણ શરૂ કરી દીધી છે. ભાજપ સાંસદે કહ્યું કે ભારતના દાવાનો સૌથી મજબૂત આધાર આ જ છે કે સરહદ વિસ્તારમાં મોટી સંખ્યામાં લાંબા સમયથી અમારા લોકો રહી રહ્યા છે. તેમણે કહ્યું કે ભારત સરકારને સરહદ વિસ્તારમાં શાળા, મેડિકલ સુવિધા અને ટેલિકોમ જેવી સુવિધાઓ શરૂ કરવાની જરૂરત છે. જેનાથી લોકો ત્યાં રહી શકે અને તેને માઈગ્રેટ ના કરવો પડે.