(એજન્સી) તા.રપ
ભારત અને ચીનમાં ગલવાન ખીણને લઈને ચાલી રહેલ તણાવ અને રાજકીય વાર્તાઓ વચ્ચે ન્યૂઝ આવી રહ્યા છે કે ચીની લશ્કરે લદ્દાખમાં એક અન્ય મોરચો ખોલી દીધો છે. એક મીડિયા રિપોર્ટ અનુસાર ચીનના સૈનિક દેવસાંગ પ્લેન્સ નામની એક જગા પાસે નિયંત્રણ રેખાને પાર કરી ઘણા અંદર સુધી ઘૂસી આવ્યા છે. આ નિયંત્રણ રેખાને ભારતના વિસ્તારની તરફ ખસકાવાની એક બીજી કોશિશ માનવામાં આવી રહી છે.
જે જગા ચીની લશ્કરનું આ અતિક્રમણ થયું છે. તેને બોટલનેક કે વાઈ જંકશન કહેવાય છે. આ નિયંત્રણ રેખાથી ૧૮ કિ.મી. પાછળ ભારતીય સરહદમાં છે. રણનીતિક રૂપે ભારતની દૌલત બેગ ઓલ્ડી હવાઈ પટ્ટી આનાથી ૩૦ કિ.મી. દૂર છે. સૂત્રોના હવાલાથી બતાવવામાં આવી રહ્યું છે કે ચીની સૈનિકો સિવાય અહીંયા ભારે વાહન અને વિશેષ સૈન્ય ઉપકરણ પણ હાજર છે. ત્યારે ભારતીય સેનાના સૂત્રોનું કહેવું છે કે આ એક ગંભીર મુદ્દો છે. કેમ કે ચીની લશ્કર એક એવી જગા પર પહોંચી ગયું છે જ્યાંથી તે ભારતીય સૈનિકોની પેટ્રોલિંગમાં અવરોધ પેદા કરી શકે છે. વસ્તુતઃ લશ્કરના મીડિયા જૂથને આના પર કોઈ ટિપ્પણી કરવાની ના પાડી છે.
ર૦૧૩માં પણ ચીની લશ્કરે આ જગા પર તંબુ લગાવી દીધા હતા. ભારતે આનો વિરોધ કર્યો હતો. ૩ અઠવાડિયા સુધી ચાલેલી ખેંચતાણ વચ્ચે રાજકીય કોશિશો થઈ અને પછી યથાસ્થિતિ બહાલ કરવામાં આવી.
સમાચાર એ પણ છે કે ગલવાન ખીણમાં ચીને તે જગા પર કંઈક વધારે નિર્માણ કરવું શરૂ કરી દીધું છે. જ્યાં ૧પ જૂને ભારતીય અને ચીની સૈનિકોની અથડામણ થઈ હતી. આમાં ર૧ ભારતીય શહીદ થઈ ગયા હતા. અને ચીનના પણ ૪૩ સૈનિકોને પણ ઘાયલ થવાની ખબર આવી હતી. સમાચાર અનુસાર સેટેલાઈટ તસવીરો બતાવી રહી છે કે અહીંયા દીવાલો અને ખાઈઓ બનાવવામાં આવી રહી છે ત્યારે ભારતીય લશ્કરના અધિકારીઓનું કહેવું છે કે આની પુષ્ટિ થવી બાકી છે.