(એજન્સી)
બીજિંગ/ઈસ્લામાબાદ, તા.ર૩
કોરોના વાયરસને લઇ આખી દુનિયામાં ઘેરાયેલા ચીને કોવિડ-૧૯ વેક્સિન માટે પાકિસ્તાનને બલીનો બકરો બનાવી રહી છે ? આ પ્રશ્ન ઘણા બધા લોકોના મનમાં ફરી રહ્યો છે. જો કે, વાત એમ છે કે, એક સમયે કોરોના વાયરસનો ગઢ રહેલા ચીને તેને ઉકેલવા માટે એક વેક્સિન બનાવી છે જેનું આવતા ત્રણ મહિનામાં પાકિસ્તાનમાં ટ્રાયલ કરાશે તેના માટે બંને દેશ વચ્ચે એક કરાર પણ થયો છે.ચીન તેના દ્વારા એ જાણવાની કોશિશ કરશે કે આ વેક્સિન કેટલી કારગર છે અને તેનો કોઇ દુષ્પ્રભાવ તો નથી ? પાકિસ્તાની મીડિયાના મતે પાકિસ્તાનના નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના મેજર જનરલ ડોક્ટર આમિર ઇકરામે કહ્યું કે, ચીને વેક્સિનના ટ્રાયલ માટે કામ શરૂ કરી દીધું છે.