(એજન્સી) , તા.૧
કોરોના વાયરસ મુદ્દે અમેરિકા ચીન પર એક પછી એક આક્ષેપોના હુમલા કરી રહ્યું છે. હવે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દાવો કર્યો છે કે ચીન નવેમ્બરમાં થનારી રાષ્ટ્રપતિની ચૂંટણીમાં તેમને હરાવવા માટે કશું પણ કરી શકે છે. તેમણે દાવો કર્યો હતો કે જેવી રીતે ચીને કોરોના વાયરસની સ્થિતિનો સામનો કર્યો છે તે આ વાતનો પુરાવો છે. એક ઈનટરવ્યુ ટ્રમ્પે કહ્યું હતું કે વાયરસ બદલ ચીનને કેવા પરિણામો ભોગવવા પડી શકે છે તે અંગે તે વિચારી રહ્યા છે હું આ મુદ્દે ઘણું બધું કરી શકું છું. તેમણે આ પણ કહ્યું હતું કે બેઈજિંગે વિશ્વને કોરોના વાયરસ અંગે પહેલાં જ જાણ કરી દેવી જોઈતી હતી. અમેરિકાની ચૂંટણીને ચીન સાથે જોડતા ટ્રમ્પે કહ્યું હતું ક. મને આ રેસમાં હરાવવા માટે ચીન કશું પણ કરી શકે છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે ચીન તેમના પ્રતિસ્પર્ધી ઉમેદવાર જો બિડેનને વિજયી બનાવવા માંગે છે કે જેથી અમેરિકા અને ચીન વચ્ચે વ્યાપારી સંબંધોથી દબાણ ઓછું થઈ શકે.