રાફેલના આવવાથી તાકાતમાં વધારો થયો છે, ત્રણ વર્ષમાં રાફેલ અને તેજસના તમામ બેડાં કામ કરી શકશે, ચીન માટે જ નહીં પરંતુ દેશની દરેક સરહદ માટે તૈયારી છે, અમે ચીન સામે તેના વિમાનોને જોઇ તૈયારી કરી રહ્યા છીએ અને આપણી સ્થિતિ સારી છે : ભદૌરિયા

(એજન્સી) બેઇજિંગ, તા. ૫
ચીન સાથે ચાલી રહેલી સરહદની તંગદિલી મુદ્દે ભારતના એરચીફ માર્શલ આરકેએશ ભદૌરિયાએ સોમવારે પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, વાયુસેના બંને મોરચે યુદ્ધ માટે સંપૂર્ણપણે તૈયાર છે. તેમણે કહ્યું કે એરફોર્સ કોઇપણ પડકારોનો જડબાતોડ જવાબ આપવાની સાથે જીત પ્રાપ્ત કરવા માટે દરેક સમયે તૈયાર રહે છે. એર ચીફે કહ્યું કે વાયુસેના ચીનની કોઇપણ નાપાક હરકતનો જવાબ આપવા માટે સંપૂર્ણપણે તૈયાર છે. ચીન અને પાકિસ્તાનની તરફથી જે તણાવની સ્થિતિ બની રહી છે તેના પર ભારત જવાબ આપવા દરેક રીતે તૈયાર છે. વાયુસેના ચીફે કહ્યું કે રાફેલના આવવાથી વાયુસેનાની તાકાત વધી છે અને તે આવનારા દિવસોમાં વધુ મજબૂત કરશે. તેનાથી આપણે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકીશું. તેમણે કહ્યું કે આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે.
પ્રાંતમાં ચીન તરફથી પૂર્વ લદ્દાખ અને સંભવિત જોખમ અંગે તેમણે કહ્યું કે, ભારતી વાયુસેના ગંભીર પરિસ્થિતિમાં પણ ઉત્તર તથા પશ્ચિમ બંને મોરચે યુદ્ધ લડવા માટે સક્ષમ છે. તેમણે આશ્વાસન આપ્યું હતું કે, કોઇપણ સંભવિત ઘટનાને પહોંચી વળવા માટે મજબૂત રીતે સેના ગોઠવાઇ છે. અમે સંબંધિત ભાગોમાં સેના ગોઠવી છે જેમા લદ્દાખ નાનો ભાગ છે. ઉત્તરીય સરહદ પર કોઇ સંભવિત કાર્યવાહીનો એરફોર્સ જડબાતોડ જવાબ આપવા માટે સક્ષમ છે.
એરફોર્સ ચીફે કહ્યું કે રાફેલના આગમનથી એરફોર્સની તાકાતમાં વધારો થયો છે અને તે આપણને વધુ મજબૂત બનાવશે. તેની સાથે અમે ઝડપી અને નક્કર કાર્યવાહી કરી શકશે. તેમણે કહ્યું કે, આગામી પાંચ વર્ષમાં તેજસ, કોમ્બેટ હેલિકોપ્ટર, ટ્રેનર એરક્રાફ્ટ સહિત અન્ય ઘણા શક્તિશાળી હથિયારો એરફોર્સની તાકાત બનશે. આર.કે.એસ. ભદૌરીયાએ કહ્યું કે વાયુસેના ભારત અને ચીનની સાથે બંને મોરચા પર એક સાથે યુદ્ધ માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે ચીનની હરકત અંગે મે મહિનામાં જ ખબર પડી ગઇ હતી, ત્યારથી ભારતીય સેના અને વાયુસેનાની તરફથી એકશન લેવાયા. વાયુસેનાના વડાએ કહ્યું કે વાયુસેના ઇસ્ટર્ન ફ્રન્ટ માટે તૈયાર છે અને ત્યાં કોઈ સવાલ જ નથી કે ચીન આપણા કરતા સારી સ્થિતિમાં હોય. સમયની સાથે વાયુસેનાએ ઝડપી ફેરફારો કર્યા છે અને હવે ઘણી બધી ખામીઓ દૂર કરી લીધી છે. એરફોર્સના વડાએ કહ્યું કે અમે સરહદના દરેક મહત્વના ભાગ પર આપણી હાજરી વધારી દીધી છે, લદ્દાખ તેનો એક ભાગ છે. આવી સ્થિતિમાં દેશને વિશ્વાસ હોવો જોઇએ કે તેમની સેના સંપૂર્ણ રીતે તૈયાર છે. તેમણે કહ્યું કે, તંગદિલી દરમિયાન ડ્રોનનો ઉપયોગ મહત્વપૂર્ણ થઇ જાય છે જે હુમલો કરવામાં ખાસ છે. અમેરિકાની તૈનાતી તેણે પોતાના હિસાબે કરી છે. આપણી લડાઇ બીજાએ નહીં પણ આપણે જ લડવાની છે. લદ્દાખમાં જે થયું તે અંગે કાંઇ નહીં કહું પરંતુ બંને દેશોના એરક્રાફ્ટ ઉડે છે જ્યારે રડાર સંચાલિત થાય છે. નેવી સાથે હંમેશા ટ્રેનિંગ થાય છે તેથી જ અમે આટલી ઝડપથી તૈયારી કરી શક્યા છીએ. લદ્દાખમાં ક્યારેય હવાઇ હુમલાની સ્થિતિ નથી બની પરંતુ અમારી પૂરી તૈયારી હતી. અમે એ પણ જાણીએ છીએ કે, પાકિસ્તાન સંપૂર્ણપણે ચીન પર નિર્ભર છે.

ચીન આપણા કરતાં સારૂં કરી શકશે નહીં, ભારતે દરેક મોરચે પોતાની મહત્તમ સેના ગોઠવી દીધી છે અને કોઇપણ સંભવિત સ્થિતિને પહોંચી વળવા માટે વાયુસેના તૈયાર : એરચીફ