અમદાવાદ,તા.૮
કોરોનાના કહેરને લઈને ચીનમાં રહેલી કંપનીઓ ચીન છોડી રહી છે. જેનો લાભ ભારતને મળી શકે તેમ છે. જેને લઈને ગુજરાત સરકારે આવી કંપનીઓ માટે રેડ કાર્પેટ પાથરી છે. રાજય સરકારે મહત્વના નિર્ણય મારફતે ગુજરાતમાં કંપની ખોલવા માંગતા ઉદ્યોગકારો માટે સરકારે નિયમોમાં કેટલીટ છૂટછાટ આપી છે. આ અંગે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, રાજ્યમાં ૩૩ હજાર એકર જમીન આપવામા આવશે. ચીન છોડી રહેલી કંપનીઓને ગુજરાત આવવા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે. આ માટે સરકારે નોડેલ ઓફિસરોને જવાબદારી સોપી છે. ૧૨૦૦ દિવસ કામ કરવા માટે કોઈપણ નવો પ્રોજેક્ટ લઈ આવે તો, તેને લેબરના કાયદામાંથી છુટછાટ આપવામાં આવશે. જો કે, કંપનીઓ દ્વારા કામદારોને લઘુત્તમ વેતન આપવાનું ફરજિયાત રહેશે. કામદારો માટે લઘુત્તમ વેતન ધારો નિશંકપણે લાગુ પડશે એમ સ્પષ્ટ કરતાં મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે, ચીનમાં કોરોના વાયરસના કેરને કારણે દુનિયાના અનેક દેશોની ટોચની કંપની ચીનને અલવિદા કહી રહી છે. બધી કંપની ગુજરાત આવે અને લોકોને રોજગારી મળે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રોજગારીમાં હાઈએસ્ટ રહે તે માટે આ પહેલ કરી છે. ગુજરાત સરકાર તમામ કંપનીને ગુજરાત આવવાનુ આમંત્રણ આપી રહ્યા છે. સરકારના વિવિધ અધિકારીઓ તેના માટે કામ કરી રહ્યા છે. કંઈપણ અકસ્માત થયો કે, તેને વળતર આપવુ ફરજિયાત છે. જૂના કાયદામાં જે જોગવાઈ છે તે તમામ લાગુ પડશે. રાજયમાં કોરોના કહેર વચ્ચે ઔદ્યોગિક જગતને ફરી એકવાર ધમધમતુ કરવા, લોકોને રોજગારી પૂરી પાડવા અને આર્થિક તરલતાને પ્રવાહિત કરવાના આશયથી ગુજરાત સરકાર દ્વારા આ મહ્ત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે, જેને લઇ હવે ગુજરાતમાં ઉદ્યોગક્ષેત્રમાં પગદંડો જમાવવા ઇચ્છતી કંપનીઓને સારી એવી તક પ્રાપ્ય બની છે.
ચીન છોડીને ગુજરાત આવવા માંગતી કંપની માટે સરકારે રેડ કાર્પેટ બીછાવી

Recent Comments