બેઇજિંગ,તા.૧૯
ચીને દુનિયાને કોરોનાથી રાહત પહોંચાડવા માટે બે મોટા નિર્ણયોની જાહેરાત કરી છે. AFPની રિપોર્ટ પ્રમાણે ચીનનાં રાષ્ટ્રપતિ શી જિપિંગે સોમવારનાં કહ્યું છે કે, ચીન તરફથી તૈયાર કરવામાં આવનારી કોરોના વેક્સિન આખી દુનિયાનાં લોકો માટે ઉપલબ્ધ થશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનનાં વાર્ષિક સંમેલનને સંબોધિત કરતા શી જિનપિંગે એ પણ કહ્યું કે, કોરોના વાયરસની વિરુદ્ધ લડાઈમાં ચીન ૨ બિલિયન ડૉલર (લગભગ ૧૫૧૩૯ કરોડ રૂપિયા)ની આર્થિક સહાયતા આપશે. ખાસ કરીને વિકાસશીલ દેશોમાં કોરોનાની વિરુદ્ધ લડાઈમાં આ પૈસા આગામી બે વર્ષ દરમિયાન આપવામાં આવશે. ચીને એ પણ દાવો કર્યો કે તે કોરોના સંકટને લઇને હંમેશા પારદર્શી રહ્યું છે. શી જિનપિંગે કહ્યું કે, જેવું ચીન કોઈ વેક્સિન તૈયાર કરશે, આ આખી દુનિયા માટે ઉપલબ્ધ કરવામાં આવશે. અમેરિકા, ઑસ્ટ્રેલિયા સહિત દુનિયાનાં અનેક દેશ ચીન પર કોરોનાથી જોડાયેલી જાણકારી છુપાવવાનો આરોપ લગાવતા રહ્યા છે. આ સાથે ચીનની એક લેબથી કોરોનાનાં લીક થવાને લઇને પણ આરોપ સામે આવતા રહ્યા છે. આના કારણે અમેરિકા અને ચીનની વચ્ચે અત્યારે તણાવ વધેલો છે. વીડિયો મારફતે WHO સંમેલનમાં સામેલ થયેલા શી જિનપિંગે એ પણ કહ્યું કે, ચીન એ વાતનું સમર્થન કરે છે કે કોરોના સંકટ ખત્મ થયા બાદ કોરોનાની વિરુદ્ધ ગ્લોબલ રિસ્પોન્સનું મૂલ્યાંકન કરવામાં આવે. યૂરોપિયન યૂનિયનનાં ૨૭ સભ્યો સહિત દુનિયાનાં અનેક દેશોએ કોરોનાને લઇને WHOનાં શરૂઆતનાં રિસ્પોન્સની તપાસ કરવાની માંગ કરી છે.
ચીન તરફથી તૈયાર કરવામાં આવનારી કોરોના વેક્સિન દુનિયાના લોકો માટે ઉપલબ્ધ થશે

Recent Comments