(એજન્સી) તા.૨૦
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મંગળવારે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનમાંથી બહાર નીકળવાની ધમકી આપી હતી, એમણે આક્ષેપ કર્યો હતો કે ટેડ્રોસ અધાનામની આગેવાની હેઠળના વૈશ્વિક આરોગ્ય સંસ્થાના વડાએ ચીનના ઇશારે કામ કર્યું હતું અને પ્રારંભિક તબક્કામાં કોવિડ-૧૯ રોગચાળાનું ગેરવહીવટ કર્યો હતો. ટ્રમ્પે ટેડ્રોસ અધાનામને લખેલા પત્રમાં જણાવ્યું હતું કે, તે સ્પષ્ટ છે કે તમે અને તમારી સંસ્થા દ્વારા વારંવાર રોગચાળાને લગતી પ્રતિક્રિયા અને ખોટી માહિતી ના લીધે એ વિશ્વ માટે અત્યંત મોંઘુ રહ્યું છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન માટે આગળ જવાનો એકમાત્ર રસ્તો એ છે કે જો તે ખરેખર ચીનથી સ્વતંત્રતા દર્શાવી શકે અને પોતે નિર્ણય લઇ શકે. તેમના ચાર પાનાના પત્રમાં, ટ્રમ્પે ગત ડિસેમ્બરથી દરેક પ્રસંગની વિગતવાર માહિતી આપી હતી, જે મુજબ ડબ્લ્યુએચઓએ ઉપલબ્ધ માહિતી પર કાર્યવાહી કરી ન હતી, ભ્રામક દાવા કર્યા હતા અથવા વિશ્વને ખરાબ સલાહ આપી હતી. ટ્રમ્પે ટેડ્રોસ અધાનામને મોટા નોંધપાત્ર સુધારણા કરવા માટે ૩૦ દિવસનું સમય આપી ચેતવણી આપી હતી કે, જો ડબ્લ્યુએચઓ આ સુધારણા પ્રદાન કરશે નહીં, તો હું યુનાઇટેડ સ્ટેટ્‌સના ભંડોળને જે હાલમાં હંગામી સ્થિર કર્યું છે એને કાયમી ધોરણે બંધ કરીશ. અને અમારી સદસ્યતા પર પણ પુનર્વિચાર કરવામાં આવશે. ડબ્લ્યુએચઓની નીતિ બનાવતી સંસ્થાએ સોમવારે તેની બેઠક શરૂ કર્યાના કલાકો પછી ટ્રમ્પનું પત્ર મોકલવામાં આવ્યું હતું. આ બેઠકમાં, ચીને વાયરસના મૂળની તપાસ કરવા માટે વિરોધ કર્યું હતું પણ પછીથી એમને નમતું જોખવા ફરજ પડી હતી. ટ્રમ્પના પત્રમાં તેઓ જે સુધારણા ઈચ્છે છે એની વિગતો આપી ન હતી. તેમણે લખ્યું કે, “મારા વહીવટી તંત્રે પહેલેથી તમારા સંગઠનને કેવી રીતે સુધારવું તે અંગે ચર્ચા શરૂ કરી દીધી છે.” ટ્રમ્પનું પત્ર, જે ડબ્લ્યુએચઓના વડાને નોટિસ સમાન છે તે ડબ્લ્યુએચઓમાંથી સંભવિત બહાર નીકળવાની તૈયારી કરી રહ્યું હોવાનું જણાયું હતું. ડોનાલ્ડ ટ્રમ્પને જ્યારે કોઈ કામ પોતાની પસંદગી પ્રમાણે નથી દેખાતું ત્યારે યુનાઇટેડ સ્ટેટ્‌સને આંતરરાષ્ટ્રીય કરારો અને સંગઠનોથી બહાર કાઢવાનો ટ્રેક રેકોર્ડ છે. ટ્રમ્પે હવામાન પરિવર્તન અંગેના ૨૦૧૫ના પેરિસ કરારમાંથી યુનાઇટેડ સ્ટેટ્‌સની આગેવાની લીધી છે, એમાંથી બહાર નીકળી ગયા હતા.