(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ધી સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું હતું કે, વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ બે વર્ષની મુદ્દત માટે મેનેજિંગ કમિટીના ગોલ્ડ વિભાગ માટે ૦૧ બેઠક માટે ૦૧ ઉમેદવારી પત્રક આવ્યું છે. તેથી ગોલ્ડ વિભાગમાં ખાલી પડેલ જગ્યા જેટલા જ ઉમેદવારો રહેતા હોવાથી ગોલ્ડ વિભાગમાં ચૂંટણી કરવાની રહેતી નથી. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ બે વર્ષની મુદત માટે મેનેજિંગ કમિટિ માટે પેટ્રન વિભાગમાં ૬ બેઠકો માટે ૬ ઉમેદવારી પત્રકો આવ્યા હતા. આથી પેટ્રન વિભાગમાં ખાલી પડેલ જગ્યા જેટલા જ ઉમેદવારો રહેતા હોવાથી પેટ્રન વિભાગમાં ચૂંટણી કરવાની રહેતી નથી. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ બે વર્ષની મુદ્દત માટે મેનેજિંગ કમિટી માટે આજીવન વિભાગમાં ૪૪ બેઠકો માટે ૮૧ ઉમેદવારી પત્રકો આવ્યા હતા. તેમાંથી ૩૭ ઉમેદવારોએ ઉમેદવારી પાછી ખેંચી લીધી હોવાથી આજીવન વિભાગની ૪૪ બેઠકો માટે ૪૪ ઉમેદવારો બાકી રહેતા હોવાથી આજીવન વિભાગમાં ચૂંટણી કરવાની રહેતી નથી. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ બે વર્ષની મુદ્દત માટે રીજીયનલ વિભાગમાં સાત બેઠકો માટે ખાલી પડેલ બેઠકની સામે તેટલા જ ઉમેદવારી પત્રકો આવ્યા હોવાથી, રીજીયનલ વિભાગમાંરવિયા ચૂંટણી કરવાની રહેતી નથી. આથી ઉપરોક્ત ગોલ્ડ, પેટ્રન, આજીવન અને રીજીનલ વિભાગમાં બાકી રહેતા ઉમેદવારોને બિન હરીફ ચૂંટાયેલા જાહેર કરવામાં આવે છે. વર્ષ ૨૦૧૮-૧૯ અને ૨૦૧૯-૨૦ બે વર્ષની મુદ્દત માટે મેનેજિંગ કમિટી માટે ચીફ પેટ્રન વિભાગમાં ૧૦ બેઠકો માટે ૧૩ ઉમેદવારી પત્રકો આવ્યા હતા. આથી ચીફ પેટ્રન વિભાગમાં ખાલી પડેલ જગ્યા કરતા વધારે ઉમેદવારો રહેતા હોવાથી ચીફ પેટ્રન વિભાગમાં ચૂંટણી કરવાની રહે છે. ચૂંટણી રવિવાર તા.૨૫-૩-૨૦૧૮ સવારે ૧૧ થી સાંજે ૫.૦૦ કલાક સુધી સમૃદ્ધિ નાનપુરા ખાતે યોજાશે.