(એજન્સી) હૈદરાબાદ, તા.ર૦
હૈદરાબાદમાં મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં આવેલ ચુકાદા પર ભૂતપૂર્વ કેન્દ્રીય કાયદામંત્રી અને સુપ્રીમકોર્ટના વકીલ કપિલ સિબ્બલે નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને આડે હાથ લીધી હતી. કપિલ સિબ્બલે મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં ૯ લોકોના મોત અને પ૮ લોકો ઘાયલ થયા હોવાનો ઉલ્લેખ કરતાં મંગળવારે પોતાના ટ્વીટરમાં કટાક્ષ કર્યો કે મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં કોઈ પણ વ્યક્તિના મોત નિપજ્યા નથી એમ સાબિત કરવા બદલ નેશનલ ઈન્વેસ્ટીગેશન એજન્સી (એનઆઈએ)ને સન્માનિત કરવું જોઈએ. મક્કા મસ્જિદ બ્લાસ્ટમાં સ્પેશિયલ કોર્ટના ન્યાયાધીશે ચુકાદો આપ્યા બાદ રાજીનામું ધર્યા બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ ન્યાયાધીશના રાજીનામા પર કટાક્ષ કર્યો હતો. સીએમ બેનરજીએ ટ્વીટમાં લખ્યું કે, એનઆઈએ જજે રાજીનામું આપ્યું તેનો અર્થ શું છે ? ન્યાય મૌન ધારણ કર્યું અને આરોપીઓ સુવર્ણ જેવા છે ? જજના રાજીનામાથી મુખ્યમંત્રી મમતા બેનરજી અચંબામાં પડી ગયા હતા. હૈદરાબાદના સાંસદ અને ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લેમિન (એઆઈએમઆઈએમ)ના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ મક્કા મસ્જિદ વિસ્ફોટ કેસમાં તમામ પાંચ આરોપીને નિર્દોષ જાહેર કર્યા હતા. આ કેસમાં ન્યાય કરવામાં આવ્યો નથી.
ચુકાદા પર કપિલ સિબ્બલનો કટાક્ષ, જજના રાજીનામાથી મમતા બેનરજી આશ્ચર્યમાં મૂકાયા

Recent Comments