(સંવાદદાતા)
જંબુસર,તા.૨૪
બહુજન રિપબ્લિકન સોશાલિસ્ટ પાર્ટી જંબુસર અધ્યક્ષ પ્રમોદભાઇ જાંબુ દ્વારા સ્થાનિક રોજગાર અને આવનારી તમામ ચૂંટણી દરમિયાન મતાધિકાર વખતે બેલેટ પેપરનો ઉપયોગ થાય તે માટે મામલતદાર જંબુસર ને આવેદનપત્ર આપવામાં આવ્યું ભરૂચ જિલ્લામાં દરેક તાલુકામાં અનેક પ્રકારની જુદી જુદી કંપનીઓ કાર્યરત છે. પોતાના વિસ્તારમાં કંપનીઓ સ્થપાઇ હોવા છતાં સ્થાનિકોને રોજગારીથી વંચિત રાખવામાં આવે છે તાલુકાના બેરોજગારોને કંપનીઓમાં પ્રાધાન્ય આપવામાં આવે તથા ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ઉપયોગમાં લેવાતા ઇવીએમ મશીન વિશેની શંકા બાબતે આવનારી ચૂંટણીઓ પારદર્શી વિશ્વસનીય રીતે પાર પડે તે માટે ચૂંટણી પ્રક્રિયામાં બેલેટ પેપર નો ઉપયોગ કરવામાં આવે તેવી માંગ સાથે જંબુસર ઇન્ચાર્જ મામલતદાર કમલેશભાઇ પટેલને બીઆરએસ પી જંબુસર અધ્યક્ષ પ્રમોદભાઇ જાંબુની અધ્યક્ષતામાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્ર આપવા જિલ્લા પ્રભારી કાંતિલાલ ગોહિલ હાજર રહ્યા હતા.