અમદાવાદ સહિત ૬ મહાનગરપાલિકા અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચારસંહિતાનો અમલ પણ શરૂ થઈ ચૂકયો છે. જેના ભાગરૂપે તંત્ર દ્વારા સ્થાનિક વિસ્તારોમાંથી રાજકીય પક્ષોના બેનરો ઉતારવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જે તે શહેર જિલ્લાના એસ્ટેટ ખાતા દ્વારા તેમની હકૂમત હેઠળના વિસ્તારોમાંથી રાજકીય પક્ષોના બેનરો ઉતારવાની અને દીવાલો પર કૂચડો ફેરવવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે.