અમરેલી, તા.૨૯
લાઠીમાં નગરપાલિકાની ચૂંટણીની દાઝ રાખી ચૂંટણીમાં જીતી જનાર યુવાનના પિતા ઉપર પાડોશમાં રહેતા શખ્સે પોતાની અગાસી ઉપરથી છૂટો પથ્થરનો ઘા મારી ઇજા પહોંચાડી જાનથી મારી નાખવાની ધમકી આપતા પિતા અને તેના બે પુત્રો સામે લાઠી પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી. મળતી વિગતો અનુસાર લાઠીમાં ખોડિયાર નગરમાં રહેતા મેઘાભાઈ પોલાભાઈ મેરનો પુત્ર ભોળાભાઈ નગરપાલિકાની ચૂંટણીમાં ઉમેદવાર તરીકે ઊભો રહેલ અને ચૂંટણીમાં જીતી ગયેલ જેની દાઝ રાખી પાડોશમાં રહેતા મધુભાઈ કાળુભાઇ કોળીએ પોતાની હાર ઉપરથી પથ્થરનો છૂટો ઘા કરતા તેમના હાથમાં ઇજા થઈ હતી અને બાદમાં મધુભાઇના બે પુત્રો સતિશ અને હિતેશ આવેલ હતા અને મેઘાભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે મધુભાઈએ લાઠી પોલીસમાં મધુભાઈ તેમજ તેમના બે પુત્રો સામે ફરિયાદ નોંધાવી હતી.