ગાંધીનગર,તા.૧૩
ગુજરાત વિધાનસભામાં માગણીઓ પરની ચર્ચાના અંતે જવાબ આપવા ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ ચૂંટણી ટાણે રાહુલ ગાંધીના મંદિરમાં જવાનો મુદ્દો છેડીને જણાવ્યું કે તાજેતરમાં ગુજરાતની ચૂંટણીઓ વખતે કોંગ્રેસના નેતાઓ ખાલી ફોટા પડાવવા માટે મંદિરમાં જતા હતા. છતાં પણ પ્રજાએ તેમને પારખીને જાકારો આપ્યો. આજે વિધાનસભા ગૃહમાં માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજ પત્રીય માગણીઓ રજુ કરતા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે દેશમાં ગુજરાત રોલ મોડલ છે. તેમાં માહિતી વિભાગે દિલ દઈને કામ કર્યું છે. રાજય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓના લાભો છેવાડાના માનવી સુધી પહોંચાડવામાં માહિતી વિભાગ આજે લાભદાયી પુરવાર થઈ રહ્યો છે પ્રવર્તમાન યુગમાં આજે સોશ્યલ મીડિયાનો વ્યાપ વધી રહ્યો છે ત્યારે તેનો પણ મહત્તમ ઉપયોગ ટેકનોલોજી દ્વારા વિભાગ કરી રહ્યું છે. ફેસબુક, ટવીટર યુ-ટયુબ અને વોટસઅપના માધ્યમ દ્વારા માહિતીનું આદાન પ્રદાન સમયસર કરવામાં આવે છે. જેના લીધે મીડિયાને માહિતી બનતી ત્વરાએ પહોંચે છે. મંત્રી જાડેજાએ ઉમેર્યું હતું કે કોંગ્રેસની સરકારોમાં માહિતી ખાતાનો કેટલો દુરૂપયોગ થતો હતો તે દુનિયા સારી રીતે જાણે છે કોંગ્રેસના ચૂંટણી ઢંઢેરાઓ પણ જે તે સમયે ઓલ ઈન્ડિયા રેડીયો અને માહિતી ખાતા દ્વારા ભાષાંતર કરવામાં આવતું હતું. તેમણે કહ્યું કે મતોના રાજકારણ માટે કોંગ્રેસ દ્વારા કાયમ તૃષ્ટિકરણની રાજનીતિનો વ્યાપક ઉપયોગ કરવામાં આવે છે. તાજેતરમાં ગુજરાતની ચૂંટણીઓ દરમ્યાન તેમના નેતાઓ ખાલી ફોટો પડાવવા માટે મંદિરમાં જતા હતા છતાં પણ પ્રજાએ તેમને પારખીને વિધાનસભા ગૃહમાં ઉર્જા વિભાગની માગણીઓ પરની ચર્ચાનો જવાબ આપતા રાજયના ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે કોઈપણ રાજયના નાગરિકનો માથાદીઠ વીજ વપરાશ એ રાજયના વિકાસનો માપદંડ છે. ગુજરાતની વાત કરીએ તો રાષ્ટ્રીય સરેરાશ ૧,૧રર યુનિટની સામે ગુજરાતનો માથાદીઠ વીજ વપરાશ ર,ર૭૯ યુનિટ છે જે રાષ્ટ્રીય સરેરાશ કરતા બમણાથી પણ વધુ છે. રાજયની સ્થાપિત વીજ ક્ષમતા સંદર્ભે માહિતી આપતા મંત્રીએ જણાવ્યું હતું કે વર્ષ ર૦૦રમાં રાજયની સ્થાપિત ક્ષમતા ૮,૭પ૬ મેગાવોટ હતી જે ૧પ વર્ષમાં વધીને આજે ર૬,૭ર૦ મેગાવોટ થઈ છે એટલે કે ૧૯૬૦થી ર૦૦રના ૪ર વર્ષના ગાળામાં જે વીજ ક્ષમતા હતી તે છેલ્લા ૧પ વર્ષમાં વધીને લગભગ ત્રણ ગણી થઈ છે. તે જ રીતે વર્ષ ર૦૦રમાં રાજયમાં ૭૩૦ સબ સ્ટેશનો હતા જે ૧પ વર્ષમાં વધીને આજે ૧,૭૮૧ થયા છે એટલે કે ૧૯૬૦થી ર૦૦રના ૪ર વર્ષના ગાળામાં જે વીજ સબસ્ટેશનો હતા તે છેલ્લા ૧પ વર્ષમાં વધીને બમણાથી પણ વધુ થયા છે.