(એજન્સી) તા.૩૦
ભારતના ચૂંટણી પંચે ચૂંટણી કાયદા હેઠળ સિક્કિમના મુખ્ય પ્રધાન પ્રેમસિંહ તમાંગની અયોગ્યતા સમયાવધી પાંચ વર્ષ જેટલી ઘટાડી દીધી છે, જેના પગલે રાજ્યમાં યોજાનારી પેટા ચૂંટણીમાં તમાંગ માટે પેટા ચૂંટણી લડવાનો રસ્તો સાફ થઇ ગયો છે.
ચૂંટણી પંચે તમાંગને ગેરલાયક ઠરાવીને છ વર્ષ સુધી ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ પ્રતિબંધ ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ જેલની સજા પૂરી થયાં બાદ શરુ થયો હતો અને ૧૦ ઓગસ્ટ ૨૦૨૪ સુધી તેનો અમલ ચાલુ રહેનાર હતો. પરંતુ ચૂંટણી પંચે તેને ઘટાડીને એક વર્ષ એક મહિનો કરી દીધો. ઓગસ્ટ ૨૦૧૮માં એક ભ્રષ્ટાચાર કેસમાં અપરાધી તરીકે સજા કાપ્યાં બાદ તમાંગ જેલમાંથી બહાર આવ્યા હતા.
તેમની સામે લોકપ્રતિનિધિત્વ ધારાની જોગવાઇઓ લાગુ પાડી હતી અને જે તારીખથી તેમને જેલમાંથી મુક્ત કરાયા હતા એ તારીખની અસરથી છ મહિના સુધી તેમના પર ચૂંટણી લડવા માટે પ્રતિબંધ મૂંકવામાં આવ્યો હતો. તમાંગ સિક્કિમ ક્રાંતિકારી મોરચાના સભ્ય છે કે જેનોે મે મહિનામાં યોજાયેલી રાજ્ય વિધાનસભા ચૂંટણીમાં ૩૨માંથી ૧૭ બેઠકો પર વિજય થયો હતો. આ પક્ષ ભાજપનો ગઠબંધન ભાગીદાર છે. રવિવારે ચૂંટણી પંચે તેમની ગેરલાયકતાને સમયગાળો વધારીને એક વર્ષ અને એક મહિનો કરવામાં આવ્યો હતો જે સમયગાળો પસાર થઇ ગયો છે.
ચૂંટણી પંચે ૨૭ મે,ના રોજ તમાંગનો સીએમ પદે શપથ ગ્રહણની કાયદેસરતાનો મુદ્દો વિચાર્યો નથી અને તેથી રવિવારે આદેશ થયો છે. ચૂંટણી પંચે જણાવ્યું છે કે લોકપ્રતિનિધિત્વ ધારાની કલમ-૧૧ હેઠળ મળેલ સત્તાઓની રુએ તમાંગનો ચૂંટણીકીય ગેરકાયદેસરતાનો સમયગાળો વૈધાનિક ૬ વર્ષથી ઘટાડીને એક વર્ષ અને એક મહિનાનો કરવામાં આવ્યો છે. ચૂંટણી પંચના આદેશનો રસપ્રદ મામલો એ છે કે તેમાં તમાંગ માટે શું અર્થ નીકળે છે તે જણાવવાનો પ્રયાસ થયો નથી. તેનો જવાબ સુપ્રીમકોર્ટે ૨૦૧૧માં પ્રસ્થાપિત કરેલ પૂર્વ દાખલામાં ઉપલબ્ધ છે કે જેમાં તમિલનાડુના પૂર્વ મુખ્ય પ્રધાન જયલલિતા પણ સંકળાયેલ છે. ૨૦૦૧માં જયલલિતાને પણ એક ભ્રષ્ટાચાર કેસમાં તકસીરવાર ઠરાવ્યા બાદ ગેરલાયકાતનો સામનો કરવો પડ્યો હતો. આમ ચૂંટણી પંચનો આદેશ છતાં સિક્કિમના તમાંગે મુખ્ય પ્રધાન પદે રહેવાનો અધિકાર ગુમાવી દીધો છે.