નવી દિલ્હી,તા.૧૪
કોંગ્રેસ સાંસદ શશિ થરૂરના શાનદાર અંગ્રેજ જ્ઞાનને લઈ સૌ કોઈ જાણીતા છે. તેઓ પોતાના ભાષણ અને લખાણમાં મોટા ભાગે એવુ અંગ્રેજી વાપરતા હોય છે, જે લોકોએ ક્યારેય જોયુ તો શું સાંભળ્યુ પણ ન હોય, આવો જ એક કિસ્સો હાલમાં થયો છે. હકીકતમાં જોઈએ તો, રવિવારના રોજ લેખત ચેતન ભગતના આર્ટિકલ એક અખબારમાં પ્રકાશિત થયો હતો. આર્ટિકલ અર્થવ્યવસ્થા અને યુવાનોને સંબોધન કરતો હતો. જેને વાંચિને શશિ થરૂરે ચેતન ભગતના વખાણ કર્યા હતા. તેમણે ચેતન ભગતના વખાણ કરતા ચેતન ભગતને ટેગ કર્યુ હતું. શશિ થરૂર તરફથી કરવામાં આવેલા ટિ્વટ પર ટ્વીટમાં તેમણે સાધારણ અંગ્રેજી ભાષાનો ઉપયોગ કર્યો હતો. જે બાદ ચેતન ભગતે શશિ થરૂરના ટ્વીટને રિટ્વીટ કરી લખ્યુ હતું કે, મને વિશ્વાસ નથી આવતો કે, શશિ થરૂરે મારા કામને વખાણ્યું. ત્યાર બાદ તેમણે શશિ થરૂરને લખ્યુ. પણ સર મારૂ આપને આગ્રહ છે કે, હવે જ્યારે પણ તમે મારા વખાણ કરો, તો થોડા મોટા શબ્દોમાં કરો. જેવું ફક્ત તમે જ કરી શકો. સુપર્બર તો સારુ હતું. પણ એક મોટો શબ્દ મારો દિવસ સુધારી દેશે. હકીકતમાં ચેતન ભગત શશિ થરૂર પાસેથી કોઈ મોટા શબ્દની આશા રાખી રહ્યા હતા. ત્યાર બાદ શશિ થરૂરે પણ ચેતન ભગતને આગ્રહને સ્વિકાર કર્યો અને તેમની ઈચ્છા પુરી કરી દીધી. તેમને આ ટ્વીટમાં એવા મોટા શબ્દો વાપર્યા છે, સમજવા પણ અઘરા સાબિત થાય. આ શબ્દો હતાં જીીજૂેૈીઙ્ઘટ્ઠઙ્મૈટ્ઠહ જેનો અર્થ થાય છે ‘શાનદાર’ અને ર્િર્ઙ્ઘર્દ્બહંટ્ઠઙ્ઘી ઙ્મૈદ્બૈઙ્ઘ ીજિૈષ્ઠટ્ઠષ્ઠૈંઅ જેનો અર્થ થાય છે સ્પષ્ટ અને પારદર્શી રીતે કોઈપણ વસ્તુ કે બાબતના મૂળ સુધી પહોંચવાની શક્તિ. હકીકતમાં જોઈએ તો, શશિ થરૂરે આ શબ્દો દ્વારા ભગતના લખાણ શૈલીના ખૂબ વખાણ કર્યા છે.
Recent Comments