ચેન્નાઇ,તા. ૧૩
ચેન્નાઇ સુપર કિગ્સ ટીમને આજે મોટો ફટકો પડ્યો હતો. પ્રાપ્ત હેવાલ મુજબ ચેન્નાઇ સુપર કિગ્સના સ્ટાર બેટ્સમેનને ઇજા થતા તે આગામી બે મેચોમાં રમનાર નથી. મહેન્દ્ર સિંહ ધોનીના નેતૃત્વમાં ચેન્નાઇ સુપરનો દેખાવ હજુ સુધી સૌથી શાનદાર જોવા મળી રહ્યો છે. કોલકતા નાઇટ રાઇડર્સ સામેની મેચ દરમિયાન તે ઘાયલ થયો હતો. એમએ ચિદમ્બરમ સ્ટેડિયમ ખાતે મેચ રમાયા બાદ ચેન્નાઇ સુપર દ્વારા તેની વેબસાઇટ પર આ અંગેની જાહેરાત કરવામાં આવી હતી. સુનિલ નારેનની બોલિંગમાં રન લેવા જતા તે ઘાયલ થયો હતો. ત્યારબાદ તે નારેનના બોલિંગમાં જ આઉટ થયો હતો. ચેન્નાઇ સુપરનો દેખાવ વર્તમાન આઇપીએલમાં સૌથી શાનદાર રહ્યો છે. તે પોતાની હજુ સુધીની બન્ને મેચો જીતીને પોઇન્ટ ટેબલમાં પ્રથમ સ્થાન પર છે. તે પોતાની આગામી મેચમાં હવે ૧૫મી એપ્રિલના દિવસે મોહાલીમાં કિંગ્સ ઇલેવન પંજાબ સામે રમનાર છે. આ ઉપરાંત ૨૦મી એપ્રિલના દિવસે રાજસ્થાન રોયલ્સ સામે રમનાર છે. સુરેશ રૈનાની જગ્યાએ અંતિમ ઇલેવનમાં હવે કોને તક મળશે તે બાબત હજુ સુધી સ્પષ્ટ તઇ શકી નથી.
ધોનીની ટીમ બે વર્ષના લાંબા ગાળા બાદ આઇપીએલમાં પરત ફરી છે. જો કે ખેલાડીઓ હવે બદલાઇ ગયા છે. ધોનીની ટીમમાં ડેવેન બ્રાવો અને બિલિગ હાલમાં જોરદાર ફોર્મમાં ચાલી રહ્યા છે. ધોની હજુ સુધી ધારણા પ્રમાણે દેખાવ કરી શક્યો નથી. તેની પાસેથી પણ મેચ વિનિંગ દેખાવની અપેક્ષા ચાહકો રાખી રહ્યા છે. ચેન્નાઇ જીતના સિલસિલાને આગળ વધારી દેવા માટે મક્કમ છે.
ચેન્નાઇને ફટકો : સુરેશ રૈના આગામી બે મેચમાં નહીં રમે

Recent Comments