પુણે,તા. ૧૯
પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમ ખાતે આવતીકાલે શુક્રવારના દિવસે ચેન્નાઇ સુપર કિંગ્સ અને રાજસ્થાન રોયલ્સ વચ્ચે જંગ ખેલાનાર છે. ચેન્નાઇ સુપર ટીમ હોટફેવરટી તરીકે દેખાઇ રહી છે. કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની ફરી એકવાર ફોર્મમાં આવી જતા ક્રિકેટ ચાહકો ઉત્સાહિત દેખાઇ રહ્યા છે. ધોનીની ટીમ છેલ્લી મેચમાં કિંગ્સ ઇલેવનની સામે હારી ગયા બાદ જીતના માર્ગ પર પરત ફરવા માટે તૈયાર છે. તેની ટીમમાં ડેવેન બ્રાવો, શેન વોટ્‌સન અને બિલિંગ જેવા શાનદાર ખેલાડી છે. રવિન્દ્ર જાડેજા પણ નીચલા ક્રમમાં જોરદાર દેખાવ કરી શકે છે. મેચનુ પ્રસારણ રાત્રે આઠ વાગ્યાથી કરવામાં આવનાર છે. રહાણેના નેતૃત્વમાં આ ટીમમાં બેન સ્ટોક્સ જેવો મેચ વિનર ખેલાડી છે. આ ઉપરાંત બટલર પણ આ ટીમમાં છે.જો કે બેન સ્ટોક્સ અને બટલર હજુ સુધી અપેક્ષા મુજબની બેટિંગ કરી શક્યા નથી. પરંતુ તેમની વચ્ચે જોરદાર તાલમેળ હોવાથી બન્ને ખેલાડી કોઇ પણ સમય ફોર્મ મેળવી લઇને જોરદાર દેખાવ કરી શકે છે.