(એજન્સી) ચેન્નાઈ,તા.૧૮
સીપીઆઈ-એમએ આજે તામિલનાડુના રાજ્યપાલ બનવારીલાલ પુરોહિતને બરતરફ કરવાની માંગ કરી હતી. સેક્સ ઓડિયોમાં તેમનું નામ આવતાં આ માંગણી કરવામાં આવી હતી. આ ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ બની છે. પાર્ટીએ એક નિવેદન બહાર પાડી જણાવ્યું હતું કે તામિલનાડુ સીપીઆઈ(એમ) દેશના રાષ્ટ્રપતિને અનુરોધ કરે છે કે, રાજ્યના રાજ્યપાલને બરતરફ કરવામાં આવે. કેમ કે સહાયક પ્રોફેસરની ટેલિફોનિક વાતચીતમાં તેમના નામનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પાર્ટીએ માંગ કરી છે કે કોર્ટની દેખરેખ હેઠળ આ કેસની તપાસ કરવામાં આવે. ઓડિયો વાતચીતમાં પ્રોફેસર એવું સાંભળતા જોવા મળ્યા હતા કે નાણાં અને શૈક્ષણિક સફળતાનો ઉપયોગ કરીને તેના વિદ્યાર્થીઓને આકર્ષવા પ્રયાસ કરતી વખતે રાજ્યપાલ એક વૃદ્ધ માણસ ન હતા. સીપીઆઈ (એમ)એ વધુમાં પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, તેને શંકા છે કે પ્રોફેસર અને રાજ્યપાલ વચ્ચે ગુનાહિત સાંઠગાંઠ છે. એટલું જ નહીં રાજ્યપાલના કાર્યાલય અને અધિકારીઓની દેખરેખ હેઠળ ઉચ્ચ શિક્ષણ વિભાગ આવે છે. નિર્મલાદેવીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તેમની પાછળ ઘણા શક્તિશાળી લોક છે. સીપીઆઈ (એમ)એ જણાવ્યું હતું કે યુનિ.ઓમાં કરાયેલી નવી નિયુક્તિઓ શંકાસ્પદ છે. પુરોહિતે ધરપકડ કરાયેલી મહિલા સાથે કોઈપણ પ્રકારની સાંઠગાંઠનો ઈન્કાર કર્યો છે. બીજી તરફ લીક ઓડિયોમાં દેવીએ ઘણી વખત રાજ્યપાલના નામનો ઉલ્લેખ કર્યો હતો. પુરોહિતે જણાવ્યું હતું કે, હું રાજકારણ બહાર છું. જો કોઈ દોષિત જણાય તો તેની સામે સખત પગલાં ભરવા જોઈએ. તપાસ બાદ જ સચ્ચાઈ સામે આવશે.