(સંવાદદતા દ્વારા) સુરેન્દ્રનગર,તા.ર૦
હાલ સમગ્ર દેશમાં મોબલિંચિંગની ઘટના સામે આવી રહી છે. તે અત્યંત ખરાબ બાબત અને ખરાબ વિચારસરની છે.ત્યારે આ મોબ્લિચિંગની ઘટનાના કારણે માસૂમોને માર મારવાના બનવો સતત વધી રહ્યા છે.જે હાલ ચિંતાનો વિષય બની ગયો છે.ત્યારે આ સમૂહ ગાંડપણનો કિસ્સો ઝાલાવાડમાં પણ બન્યાનું બહાર આવ્યું છે.જેમાં સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં આશરે ૩ દિવસ પહેલા એક મોબ્લિચિંગની ઘટના સામે આવી હતી.ે આ ઘટનામાં ત્રણ બાળકો શાળા એ જઈ રહ્યા હતા.તે અરસામાં ચોટીલાના એક વિસ્તારમાંથી આ બાળકો રમતા રમતા પસાર થઈ રહ્યા હતા.ત્યારે આ વિસ્તારના રહેવાસીઓ દ્વારા આ ત્રણેય બાળકોને ઉભા રાખી અને દોરી થી બાંધી દઈ ને રહેવાસીઆ દ્વારા કેમ ચોરી કરો છો તમે ચોર છો ? તેમ કહી આ ત્રણ માસૂમ બાળકો આકાશ ૧૨ વર્ષ, પ્રકાશ ૯ વર્ષ, સુનિલ ૭ વર્ષને આજુ બાજુ ના રહેવાસીઓ દ્વારા ઢોર માર મારવા માં આવ્યો હતો..સ્થાનિકોએ જાણેે સારું કામ કર્યાનું બતાવવા માટે આ બાળકો ને માર મારતો વિડિઓ ઉતારવામાં આવ્યો હતો. આ માસૂમ બાળકને ઠોર માર મારતો વિડિઓ સોશીયલ મીડિયામાં વાયરલ કરવામાં આવ્યો હતા. સુરેન્દ્રનગરની જનતાના રૂવાડા ઉભા થઇ ગયા છે.
દિવસો વીતી ગયા છતાંય પોલીસ અને તંત્ર સમગ્ર ઘટના દબાવી રહ્યા નો આક્ષેપ ..સુરેન્દ્રનગર જિલ્લાની મોબ્લિચિંગની ઘટનામાં સ્થાનિકો દ્વારા ત્રણ માસૂમ બાળકો આકાશ, પ્રકાશ ,સુનિલને ઢોર માર મારવામાં આવ્યો છે આ બાબતની જાણ થતાં આ બાળકોને સુરેન્દ્રનગર બાળગૃહમાં મુકવામાં આવ્યા છે.ત્યારે ત્રણ દિવસ બાદ પણ આ ઘટનાનો કેસ હજુ સુધી નોંધવામાં આવ્યો નથી અને આ માસૂમ બાળકોની માર મારવા ની ઘટના દબાવી દેવા પ્રયાસ કરવામાં આવી રહ્યા હોવાનું પંથકના જાગૃતજનો જણાવી રહ્યા છે. આ બાળકોે ઉમરના સિતમ અંગે આગામી સમયમાં ગુનો નોંધી તંત્ર યોગ્ય તપાસ કરે અને આ બાળકો ને માર મારનારની અટકાયત પણ થવી જોઈએ તેવું જીવ દયા પ્રેમીઓ અને સમાજના આગેવાનો જણાવી રહ્યા છે.
ત્યારે શુ આ કુમળા બાળકો ને ખોટી રીતે મારમારનાર ને પોલીસ અટક કરશે કે કેમ તે હવે જોવું રહ્યું…!