સુરેન્દ્રનગર, તા.૧૧
મેવાસા સિુખસરી ગામે ગત રાત્રીનાં દિપડાનું મારણ કરતા ખેડૂતો અને ગામ લોકોમાં ભય છવાયેલ છે. ચોટીલાનાં અંતરીયાળ મેવાસા સિુખસરી ગામે રાની પશુએ એક વાછરડાનું મારણ કરતા સવારે વન વિભાગને જાણ કરવામાં આવતા વન્ય કર્મીઓ દોડી ગયેલ હતા.
દિવસે દેખાયેલા દીપડાએ મારણ કર્યું હોવાની વાતને પુષ્ટિ મળતા વનવિભાગ સાવધ રહેવા લોકોને સૂચના આપી છે. દિપડાને પાંજરે પુરવા તંત્ર દ્વારા કાર્યવાહી કરાઈ છે.
મેવાસા સીમ વિસ્તારમાં આવેલ કનુભાઇ જીલુભાઇનાં ખેતરમાં વાછડાનું મારણ કરેલ છે અને દિપડાએ સવારમાં સીમમાં દેખા દેતાં નજરે જોનારે કરેલ વર્ણન અને મળેલ સગડ ઉપરથી દીપડો હોવાની પુષ્ટી થયેલ છે.
મેવાસા, સુખસર, સુરૈઇ, ગઢેચી, હરણીયા, આસપાસનાં વિસ્તારમાં ભયનો માહોલ છવાયેલો છે અને લોકો રાત્રીનાં સમયે સીમ ખેતરમાં જતા પણ ડરે છે. દીપડાને વહેલી તકે પકડવામાં આવે તેમજ ખેતીની લાઇટ રાત્રીનાં બદલે દિવસની કરવા સ્થાનિકોએ માંગ કરેલ છે.
વન વિભાગે આસપાસની સીમમાં નિરીક્ષણ કરી ગામલોકોને સાવચેતી રાખવા સુચના આપેલ છે અને જરૂર જણાશે તો પાંજરું મૂકવાની તૈયારી દાખવી છે