વઢવાણ,તા.ર૬
ચોટીલા પંથકમાં સિંહ અને તેના બાળ સાથે ચોટીલામાં પ્રવેશ મેળવ્યો છે. ત્યારે ગુજરાતની ત્રણથી ચાર ફોરેસ્ટ ટિમ આ સિંહોને શોધ ખોળ કરવા કવાયત હાથ ધરી છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિડ વિસ્તારમાં ૨૦૦ વર્ષ બાદ બાળ સિંહ સાથે સિંહ એ આગમન કાર્યું છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના અને ગુજરાત રાજ્યના ચાર ગામની વચ્ચે ચોટીલા ખાતે સિંહએ અલગ અલગ સ્થાને અત્યાર સુધીમાં ૮થી વધુ પશુઓનું મારણ કર્યું છે. જેમાં ગઈ કાલે રાત્રે સિંહો દવારા રોઝનો શિકાર કરી મારણ કરી ભર પેટ શિહો જમ્યા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
ચોટીલાના ઠાગા વિસ્તારમાં આવેલ વિડના રાજપરા ગામ પાસે રાત્રી દરમિયાન સિંહ દ્વારા આવી ચડીને એક રોજનું મારણ કરી સિંહ બેલડી ભર પેટ જમી અને ફરાર બની હોવાની ગ્રામ જનો પાસેથી વિગત મળી છે. ત્યારે રાત્રી દરિમયાન સિંહ વિડ વિસ્તારમાં ફરતા હોવાનું પણ અનુમાન લાગવાય રહ્યું છે.
વન વિભાગ દ્વારા પણ રાત્રી દરમિયાન આ વિસ્તારમાં સાવચેત રહેવા માટે લોકોને જાગૃત કરવામાં આવ્યા છે. વન વિભાગના અધિકારી દ્વારા આ સિંહનું લોકેસન જાણવા માટે તજવીજ હાથ ધરવામાં આવી છે.