સુરેન્દ્રનગર, તા.૧૧
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલામાં રેસમીયા રાજપરા અને આજુબાજુની સીમમાં આ બે સિંહોએ છેલ્લા બે માસથી વધુ સમયથી ધામા નાખ્યા છે. આ વિસ્તારનું વાતાવરણ આ ભાઈઓને એકદમ અનુકૂળ આવી ગયું હોય તેવું ત્યાંના લોકો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે.
આ સિંહ બેલડી રોજ-બ-રોજ આજુબાજુના વિસ્તારના માલધારીઓના પશુઓનું અને ખાસ જંગલ વિસ્તારોના પશુઓનું મારણ કરીને ભરપેટ ભોજન લઇ રહ્યા છે ત્યારે જિલ્લાના રેશમિયા ગામમાં છેલ્લા ત્રણ દિવસમાં છથી વધુ પશુઓનું મારણ કરીને ભરપેટ ભોજન સિંહ દ્વારા જમવામાં આવ્યું છે.
આજે વહેલી સવારે આ સિંહ ભાઈઓ દ્વારા વધુ એક ખેડૂતના બળદનું મારણ કરીને ભરપેટ ભોજન જમીને ફરી આ સિંહ મેલડી ચોટીલાના રેશમિયાને રાજપરા સીમમાં પહોંચી છે. ત્યારે માલધારીઓમાં સિંહ મામલે ફફડાટ ફેલાયો છે. આજે વહેલી સવારે બળદ ઉપરાંત એક ગાયને પણ ગંભીર ઈજાઓ પહોંચાડી છે.
ત્યારે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને માલધારીઓની મુલાકાત લીધી હતી અને માલધારીઓને સિંહ બાબતે વાકેફ કર્યા હતા.