(સંવાદદાતા દ્વારા)
સુરેન્દ્રનગર, તા.૧ર
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા ગામ ખાતે રામ રહીમ ફાઉન્ડેશન ટ્રસ્ટ ચલાવવામાં આવે છે જેના સાત ટ્રસ્ટીઓ પણ છે પોતે કાયદેસરનું ટ્રસ્ટ ચલાવી રહ્યા છે ત્યારે મોસીન ભાઈની મુલાકાત લેતા તેમને જણાવ્યું કે અમે ૨૦૦૪માં અમારૂં ટ્રસ્ટ બનાવ્યું અને સેવા યજ્ઞનો કર્યો પ્રારંભ ત્યારે છેલ્લા એક વર્ષથી દર રવિવારે કોઈપણ વ્યક્તિનો જન્મદિવસ હોય કે પછી મૃતકોના પરિવારજનોની તેથી હોય કે પછી લગ્નની એનિવર્સરી હોય આવા સમયે ચોટીલાની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં વસતા ૨૦૦ જેટલા બાળકોને દર રવિવારે જુદી-જુદી જાતનું ભોજન કરાવવામાં આવે છે. આ બાળકોને પાણીની બોટલ બિસલેરી પણ આપવામાં આવે છે સાથે ત્યારે આ યજ્ઞ ચલાવનાર હાલમાં ચોટીલા અને તેના આજુબાજુના ગામડાઓમાં સારી એવી લોકચાહનાને નામના મેળવી છે ત્યારે જો કોઈ ખર્ચ આપે તો તો આ બાળકોને યાત્રા પ્રવાસ પણ કરાવવામાં આવે છે આ બાળકો એવા પ્રકારના છે કે પોતે પોતાના પરિવારજનો પોતાને સારી વસ્તુ કે સારૂં ભોજન કરાવી શકે તેવી કોઈ સ્થિતિ હોતી નથી જેના કારણે આ બાળકોના માતા-પિતા કચરો વીણી અને પરિવારનું ગુજરાન ચલાવી રહ્યા છે ત્યારે અમુક વાર તો ત્રણ-ત્રણ દાતા ભેગા થઈ જાય છે ત્યારે તો આ બાળકો એટલા બધા ખુશખુશાલ થઈ જાય છે કે એને જાણે કે રવિવારે દિવાળીનો પ્રસંગ જોવા મળ્યો હોય ત્યારે હાલમાં આ કાર્યમાં નિરાલી બેન ચૌહાણ શિક્ષક છે જ્યારે પાયલબેન મોરી પીએચડી કરે છે જ્યોતિબેન સીતાપરા પણ શિક્ષક છે. વિરમભાઇ ડાંગર પણ શિક્ષક છે, ફેજલ ભાઈ વાળા પણ શિક્ષક છે. મેહુલભાઈ ખંધાર એક વેપારી છે. રોનકભાઇ બોડાણા વિદ્યાર્થી છે બળદેવભાઈ કોરડીયા પોતે પ્રાઇવેટ નોકરિયાત છે મોઈન ખાન પઠાણ પણ પ્રાઇવેટ નોકરિયાત છે વિજયભાઈ ચાવડા હોસ્ટેલ નું સંચાલન કરે છે ત્યારે મોસીન ભાઈ જણાવતા હતા કે અમારી ટીમ એટલી બધી સરળ અને નિખાલસ સેટિંગ છે કે આ બાળકોને આનંદ ઉત્સાહ અને ઉમંગ વધારે છે.