સુરેન્દ્રનગર,તા.૧૯
એ.એસ.આઈ. રણજીતસિંહને બબાતમી મળેલ કે ગીગાભાઈ ભનુભાઈ ડાભી (રહે ભોજપરીગામની સીમ તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર) તેની કબજા ભોગવટાની ભોજપરી ગામની પાછળનાં ભાગમાં આવેલ વાડી/ખેતરમાં ઈંગ્લિસ દારૂનો જથ્થો લાવી કટીંગ કરેલ છે. અલગ અલગ વાહનમાં ભરીને વેચાણ કરનાર છે. હાલે તેની આ પ્રવૃત્તિ ચાલુ થવામાં છે. બાતમીવાળી જગ્યાએ પ્રોહી અંગેની રેઈડ કરતા આરોપીઓ (૧) ગીગાભાઈ ભનુભાઈ ડાભી (૨) સામતભાઈ વશરામભાઈ ડાભી (રહે. ભોજપરી ગામની સીમ તા.ચોટીલા જિ.સુરેન્દ્રનગર) (૩) વિનોદભાઈ ઉર્ફે ભરતભાઈ બચુભાઈ સરીયા (રહે. હાલે. ગોકુલપાર્ક આજીડેમ ચોકડી રાજકોટ મૂળ રહે.ફુલજર તા.ચોટીલા) (૪) અનીલભાઈ ભીમાભાઈ મુળીયા (રહે.ચુનારાવાડ શેરી નંં-૨ તથા ૩ની વચ્ચે રાજકોટ) (૫) કરન સુભાષસિંહ ઠાકુર (રહે.મૂળ ગામ પોખરભીંડા તા.જિ.કુશીનગર થાના તુરપતી ઉત્તરપ્રદેર હાલ રહે.ચુનારાવાડ રાજકોટ) આયસર ટેમ્પો તથા ઈકો ગાડીમા દારૂનું કટિંગ કરતા પકડાઈ ગયેલ. આ જગ્યાએથી પરપ્રાંતિયા અલગ અલગ બ્રાંડની ઈંગ્લીશ દારૂ પેટી નંગ-૨૬૨ તથા ૫ ખુલ્લી બોટલ સાથે બોટલ નંગ-૨૬૫૭ તથા બીયરની પેટી નંગ-૪૧ તથા ખુલ્લા નંગ-૭૧ મળી ટીન નંગ-૧૦૫૫ જેમાં ઈંગ્લીશ દારૂની કિં.રૂા.૧૦,૨૯,૯૦૦/- તથા બીયરની કિં.રૂા.૧,૦૫,૫૦૦/- એમ કુલ કિં. રૂા.૧૧,૩૫,૪૦૦/- તથા આયશરની કિં. રૂા.૧૦,૦૦,૦૦૦/- તથા ઈકો ગાડીની કિં.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મો.સા.ની કિં.રૂ.૧૫,૦૦૦/- તથા મોબાઈલ ફોન નંગ-૪ કિં.રૂા.૩૦૦૦/- એમ મળી કુલ કિં.રૂા.૨૪,૫૩,૪૦૦/-ના મુદ્દામાલ આરોપીઓ પાસેથી કબજે કરવામાં આવેલ છે. પાંચેય આરોપીઓને પ્રોહિબિશનના ગુનામાં ધોરણસર અટક કરેલ અને પકડાયેલ આરોપીને આ દારૂનાં જથ્થા બાબતે પૂછપરછ કરતા રાજકોટ ચુનારાવાડમાં રહેતા સાગરભાઈ કિશોરભાઈ રાઠોડ એ આ દારૂનો જથ્થો મંગાવેલ હોવાનું જણાવેલ છે. જે તમામ આરોપીઓ વિરૂદ્ધ એચ.એમ.રાણા, પો.સબ.ઈન્સ. એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગરે બામણબોર પોલીસ સ્ટેશનમાં પોતાની શ્રી સરકાર તરફે ફરિયાદ આપેલ છે. આ રેઈડમાં એસ.ઓ.જી. શાખા સુરેન્દ્રનગર તથા ચોટીલા પો.સ્ટે.ના અધિકારી/માણસોએ સંયુક્ત કામગીરી કરેલ છે.