સુરેન્દ્રનગર, તા.૪
અત્યાર સુધી માં સિંહ એ ૧૫ થી વધુ પશુઓ ના મારણ સુરેન્દ્રનગર જિલ્લા માં કર્યા છે. આ મારણ બાદ જિલ્લા ના ચોટીલા અને ઠાગા વિસ્તારમાં રહેતા માલધારીઓ બીક અને રાત્રી દરમિયાન ખેતી કરતા અને ઠાગા વિસ્તારમાં વસવાટ કરતા લોકો માં સિંહ નો ભય ફેલાયો હતો.ત્યારે રાત્રી દરમિયાન સિંહ અમારા ઘર માં ઘુસી મારી નાખશે તો એકી અનેક બીકો આ વિસ્તાર ના લોકો માં ફેલાઈ હતી.
હાલ સિંહ રેશમિયા ગામ ની સિમ માં છે. આ સાવજે આ પંથક માજ ૧૦ થી વધુ પશુઓ ના મરણ કર્યા છે . હાલ તો આ સિંહો પાછળ સુરેન્દ્રનગર જિલ્લા સહિત ત્રણ વન વિભાગ ની ટિમો ખાડે પગે છે. ગઈ કાલે સુરેન્દ્રનગર જિલ્લા ના રેશમિયા પાસે રાત્રી દરમિયાન ભર પેટ ભોજન લઈ સિંહ સુતા હતા.ત્યારે માદા સિંહ ને ગઈકાલે જૂનાગઢ ફોરેસ્ટ ની ટીમે બેહોશ કરી રેડિયો કોલર લાગવ્યુ હતું…..
ત્યારે આ રેડીઓ કોલર ના માધ્યમ ના કારણે માદા સિંહ સાથે બે બચ્ચાં ના પણ લોકેસન જાણી શકાશે. જૂનાગઢ ફોરેસ્ટ ની ટીમે રાત્રી દરમિયાન સિંહ ને રેડીઓ કોલર લગાવી અને લાઈવ લોકેસન જાણવા માટે પ્રયાસ હાથ ધર્યો છે. આ વિસ્તારના લોકો ને સિંહ ના લોકેશન વિસે માહિતી મળે અને વન વિભાગ ની વિવિધ ટિમો ને પણ સિંહ કયા શેત્ર માં છે અને કઈ સિમ માં ધામાં નાખ્યા છે તે રેડીઓ કોલર ની મદદ થી સરળતા થી જાણી શકશે..
રેડીઓ કોલર સિંહ ને લાગવાયા બાદ આ વિસ્તારના લોકો માં પણ આનદ ફેલાયો હતો.કારણ કે હવે તેમની જિંદગી સિંહ થી સલામત થશે અને તેમની બીક પણ દૂર થશે લોકેસન ના કારણે સિંહ વિડ અને ઠાગા વિસ્તારમાં ક્યાં લટાર મારી રહો છે તે જાણકારી થી જે તે વિસ્તારના લોકો પણ સતર્ક થશે.