મેલબોર્ન, તા.૨૯
ઐતિહાસિક મેલબોર્ન ખાતે રમાઈ રહેલી ચોથી ટેસ્ટ મેચના આજે ચોથા દિવસે ઇંગ્લેન્ડની ટીમ આજે ૪૯૧ રન બનાવીને ઓલઆઉટ થઇ ગઇ હતી. આજે રમત બંધ રહી ત્યારે ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં બે વિકેટે ૧૦૩ રન બનાવ્યા હતા. આ ટેસ્ટ મેચ હવે નિશ્ચિત ડ્રોની દિશામાં આગળ વધી રહી છે. કોઇ ચમત્કાર નહીં થાય તો પાંચમાં અને અંતિમ દિવસે આ ટેસ્ટ મેચ ડ્રો જાહેર થશે. આજે રમત બંધ રહી ત્યારે ડેવિડ વોર્નર પ્રથમ ઇનિંગ્સમાં સદી ફટકાર્યા બાદ ૪૦ રન સાથે રમતમાં હતો. જ્યારે સ્મિથ ૨૫ રન સાથે રમતમાં હતો. ઓસ્ટ્રેલિયા હજુ ૬૧ રન પાછળ છે અને તેની આઠ વિકેટ હાથમાં છે. ઓસ્ટ્રેલિયાને આ ટેસ્ટ મેચ બચાવવા માટે હજુ પાંચમાં અને અંતિમ દિવસે મહેનત કરવી પડશે. ઇંગ્લેન્ડની ટીમ આજે કોઇ રન ઉમેરી શકી ન હતી. ગઇકાલે ચોથા દિવસે ઓપનિંગ બેટ્‌સમેન કુકની અણનમ બેવડી સદીની મદદથી ઇંગ્લેન્ડે પ્રથમ વખત અતિ મજબુત સ્થિતી મેળવી લીધી હતી. ગઇકાલે રમત બંધ રહી ત્યારે કુક ૨૪૪ રન સાથે રમતમાં હતો. જ્યારે એન્ડરસન શુન્ય રન સાથે રમતમાં હતો. કુકે ૪૦૯ બોલમાં ૨૭ ચોગ્ગાની સાથે આ રન બનાવ્યા હતા. જો કે, આજે કુક ૨૪૪ રને અણનમ રહ્યો હતો અને એન્ડરસન શૂન્ય રને જ આઉટ થયો હતો. પાંચ ટેસ્ટ મેચોની શ્રેણીમાં ૩-૦ની લીડ મેળવી લીધી હતી. મેન ઓફ દ મેચ તરીકે બેવડી સદી ફટકારનાર સ્મિથની પસંદગી કરવામાં આવી હતી. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૦૩ ઓલઆઉટના જવાબમાં નવ વિકેટે ૬૬૨ રન બનાવ્યા હતા જેના જવાબમાં ઇંગ્લેન્ડની ટીમ બીજા દાવમાં ૨૧૮ રન જ બનાવી શકી હતી. આની સાથે જ તેની એક ઇનિંગ્સ અને ૪૧ રને હાર થઇ હતી. બીજી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ૧૨૦ રને જીત મેળવ હતી .જ્યારે પ્રથમ ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયાએ ૧૦ વિકેટે જીતી હતી. બ્રિસ્બેનના ગાબા મેદાન ખાતે રમાયેલી એસીઝ શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ધારણા પ્રમાણે જ આ ટેસ્ટ મેચ ૧૦ વિકેટે જીતી લીધી હતી. આની સાથે જ એસીઝ શ્રેણીમાં ઇંગ્લેન્ડ ઉપર ૧-૦ની લીડ મેળવી લીધી હતી. જીતવા માટેના ૧૭૦ રનના લક્ષ્યાંકનો પીછો કરતા ઓસ્ટ્રેલિયાએ કોઇપણ વિકેટ ગુમાવ્યા વિના આ રન બનાવી લીધા હતા અને જીત મેળવી હતી.
મેલબોર્ન ટેસ્ટ : સ્કોરબોર્ડ
ઓસ્ટ્રેલિયા પ્રથમ દાવ : ૩૨૭
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ
કૂક અણનમ ૨૪૪
સ્ટોનેમન કો. એન્ડ
બો. લિયોન ૧૫
વિન્સ એલબી
બો. હેઝલવુડ ૧૭
રુટ કો. લિયોન
બો. કમિન્સ ૬૧
માલન એલબી
બો. હેઝલવુડ ૧૪
બેરશો કો પૈની
બો. લિયોન ૨
બો. લિયોન ૨૦
વોક્સ કો. પૈની
બો. કમિન્સ ૨૬
કુરેન કો પૈની
બો. હેઝલવુડ ૦૪
બ્રોડ કો. ખ્વાજા
બો. કમિન્સ ૫૬
એન્ડરસન કો. બેનક્રોફ્ટ
બો. કમિન્સ ૦૦
વધારાના ૧૨
કુલ (૧૪૪.૧ ઓવરમાં આઉટ) ૪૯૧
પતન : ૧-૩૫, ૨-૮૦, ૩-૨૧૮, ૪-૨૪૬, ૫-૨૭૯, ૬-૩૦૭, ૭-૩૬૬, ૮-૩૭૩, ૯-૪૭૩, ૧૦-૪૯૧.
બોલિંગ : હેઝલવુડ : ૩૦-૫-૯૫-૩, બર્ડ : ૩૦-૫-૧૦૫-૦, લિયોન : ૪૨-૯-૧૦૩-૩, કમિન્સ : ૨૯.૧-૧-૧૧૭-૪, માર્શ : ૧૨-૧-૪૨-૦, સ્મિથ : ૧-૦-૧૧-૦
ઓસ્ટ્રેલિયા બીજો દાવ
બેનક્રાફ્ટ બો. વોક્સ ૨૭
વોર્નર અણનમ ૪૦
ખ્વાજા કો. બેરશો
બો. એન્ડરસન ૧૧
સ્મિથ અણનમ ૨૫
વધારાના ૦૦
કુલ (૪૩.૫ ઓવરમાં બે વિકેટે) ૧૦૩
પતન : ૧-૫૧, ૨-૬૫
બોલિંગ : એન્ડરસન : ૧૧-૫-૨૦-૧, બ્રોડ : ૭-૪-૧૮-૦, વોક્સ : ૧૧.૫-૬-૨૪-૧, કુરેન : ૧૧-૩-૨૬-૦, અલી : ૩-૦-૧૫-૦

વોર્નર લડાયક બેટિંગ
રન ૪૦
બોલ ૧૪૦
ચોગ્ગા ૦૩
છગ્ગા ૦૦
સ્ટ્રાઇકરેટ ૨૮.૫૭